Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

જુજવામાં ઝ઼.ચ્શ્ર.ચ્ફુ ની પરીક્ષા આપતાં નકલી વિદ્યાર્થી ઝડપાયો

જુજવામાં ઝ઼.ચ્શ્ર.ચ્ફુ ની પરીક્ષા આપતાં નકલી વિદ્યાર્થી ઝડપાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૯ ઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હાલમાં લેવાઈ રહેલી ડિપ્લોમા ઇન ઍલિમેન્ટરી ઍજ્યુકેશનની પ્રથમ વર્ષની પરીક્ષા દરમિયાન વલસાડ તાલુકાના જૂજવાગામમાં આવેલી આઈ. પી. ગાંધી સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર અસલી વિદ્યાર્થીના સ્થાને પરીક્ષા આપતા ઍક ડમી પરીક્ષાર્થીને ગણતરીની મિનિટોમાં જ પરીક્ષા સંચાલકોઍ ઝડપી પાડ્યો છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડિપ્લોમા ઇન ઍલિમેન્ટરી ઍજ્યુકેશનની પ્રથમ વર્ષની પરીક્ષા દરમિયાન વલસાડના  જૂજવાગામની આઈ.પી. ગાંધી સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર અસલી વિદ્યાર્થીના સ્થાને ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા સુપરવાઈઝરની સતર્કતાથી તેને ઝડપી પાડ્યો હતો પરીક્ષા જૂજવા કેન્દ્ર પર કુલ ૨૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્ના છે. ચોથા પેપર દરમિયાન સવારે  પેપર શરૂ થયું અને વર્ગ માં હાજર રહેલા સુપરવાઇઝરને શંકા ગઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી પરીક્ષા આપતા વિદ્યાર્થી યુવકનો ચહેરો અલગ જણાતા સુપરવાઈઝરે તાત્કાલિક સ્થળ સંચાલકને જાણ કરી હતી. 

સ્થળ સંચાલક અને વર્ગ નિરીક્ષક દ્વારા શંકાસ્પદ યુવકની પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનો કબૂલ કર્યો હતો. હોલ ટિકિટ સાથે વેરિફિકેશન કરતા પરીક્ષા અશ્વિન પટેલ નામના મૂળ ઉમેદવારના સ્થાને નવનીત મૌર્ય નામનો ડમી યુવક પરીક્ષા આપી રહ્ના હતો. 

સંસ્થાના આચાર્યને બોલાવીને પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે આ યુવક અસલી વિદ્યાર્થી નથી. હોલ ટિકિટમાં કોઈ છેડછાડ કરવામાં આવી ન હતી. હોલ ટિકિટ અસલી વિદ્યાર્થીની જ હતી અને તેમાં તેની સહી પણ સાચી હતી. અસલી વિદ્યાર્થી અગાઉના પેપરો પોતે આપી ચૂક્યો હતો, પરંતુ આજના પેપરમાં તેની જગ્યાઍ આ ડમી યુવકને ગોઠવવામાં આવ્યો હતો.પકડાયેલા ડમી પરીક્ષાર્થી વિરૂદ્ધ ‘ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ ૨૦૨૩’ની કલમ ૨(ક), ૮ અને ૧૨ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.