Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

સરોધીમાં વારી પાવર કંપનીમાં ૪.૨૫ કરોડનું કૌભાંડ કરનારાઅો સામે ફરિયાદ

સરોધીમાં વારી પાવર કંપનીમાં ૪.૨૫ કરોડનું કૌભાંડ કરનારાઅો સામે ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ ના  સરોધી ગામે  સોલાર ઇન્વર્ટર બનાવતી કંપની વારી પાવર પ્રાઇવેટ લિમિટેડમાં અંદાજે રૂપિયા ૪.૨૫ કરોડની છેતરપિંડી કંપનીના પ્લાન્ટ હેડ અને અન્ય ઉચ્ચ હોદ્દા પર બેઠેલા કર્મચારીઓઍ આખું કૌભાંડ આચાર્ય હોવા નો મામલો બહાર આવતા વલસાડ રૂરલ પોલીસ મથકમાં છેતરપિંડી ની ફરિયાદ નોંધાતા વારી  કંપનીમાં કામ કરનારા કર્મચારીઓમાં ફફડાટ    ફેલાઈ ગયો છે.
 વલસાડ ના સરોધી  હાઇવે પર  વારી સોલાર પાવર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા મોટા પ્રમાણમાં  પ્લાન્ટ ચાલે છે. ગત તા. ૦૨/૦૬/ ૨૦૨૫ ના રોજ કંપનીના પ્લાન્ટ હેડ તરીકે નિમણૂક પામેલા   જીતેન્દ્ર બંગાલી શર્માઍ પોતાના હોદ્દાનો દુરુપયોગ શરૂ કર્યો હતો. તેમણે પોતાના અંગત ઓળખીતાઓને કંપનીના અલગ-અલગ મહત્વના  વિઘા વિભાગોમાં  વિમલ કુમાર (સિનિયર ઍન્જિનિયર)કુલદીપ શર્મા (મેનેજર) કૌશલ ઉપાધ્યાય (પ્રોડક્શન ઍન્જિનિયર) આ તમામ કર્મચારીઓઍ સાથે મળીને ગુરુગ્રામ (હરિયાણા) ખાતે આવેલી ઁખ્સ્ ભ્બ્ષ્ચ્ય્વ્ચ્ધ્ઁ  નામની ઍક સામાન્ય ટ્રેડિંગ ફર્મ સાથે મેળાપીપણું કર્યું હતું. આ ફર્મ પાસે ઇન્વર્ટર પ્લાન્ટની મશીનરી કે ટેકનિકલ સાધનો સપ્લાય કરવાનો કોઈ અનુભવ કે લાયકાત નહોતી.આમ છતાં, પ્લાન્ટ હેડ અને તેમની ટીમે કંપનીની જાણ બહાર આ પેઢી પાસેથી માર્કેટ કિંમત કરતાં ખૂબ જ ઊંચા ભાવે મશીનરી અને મટીરીયલની ખરીદી બતાવી, આશરે ૨૭ જેટલા ફેક/ઊંચા ભાવના પર્ચેઝ ઓર્ડર અને બીલો બનાવી કંપનીમાંથી પાસ કરાવી  ૪.૨૫ કરોડ રૂપિયાનો કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
ગત ૨૦/૦૩/૨૦૨૬  ના રોજ કંપનીના ક્વોલિટી વિભાગના ઍક કર્મચારી જયેશકુમાર સિંગે કંપનીના આંતરિક વ્હિસલ બ્લોઅર પોર્ટલ પર આ ગેરરીતિ અંગે ગુ ફરિયાદ કરી હતી. કંપનીની ઓડિટ ટીમ અને હેડ ઓફિસ (મુંબઈ) દ્વારા જ્યારે આ બાબતે આંતરિક તપાસ કરવામાં આવતા  આ આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે માર્કેટ ભાવ કરતાં જે વધારાની રકમ ચૂકવવામાં આવી હતી. તે આ આરોપી કર્મચારીઓઍ પોતાના સગા-સંબંધીઓ અને મિત્રોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હોવાની ચોકાવનારી માહિતી મળતા કંપનીના ઍચ.આર. સિનિયર ઍક્ઝિક્યુટિવ સાહિલ વાસુદેવ પંડિત ચૌધરી દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.