Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

ભવાડાજાગીરીમાં ‘જનભાગીદારી’ કાર્યક્રમમાં ૯ ગામોના લોકો જાડાયા

ભવાડાજાગીરીમાં ‘જનભાગીદારી’ કાર્યક્રમમાં ૯ ગામોના લોકો જાડાયા


(દમણગંગા ટાઈમ્સ)

વલસાડ, તા. ૨૪ ઃ આદિવાસી સમુદાયોના સર્વાંગી કલ્યાણ અને સરકારી યોજનાઓનો લાભ છે. વાડાના માનવી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કપરાડા તાલુકાના ભવાડા જાગીરી ગામ ખાતે ‘ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જનભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસપાસના નવ ગામના લોકોઍ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ મેળવ્યો હતો. મોટા ભવાડા પ્રાથમિક શાળા ખાતે આયોજિત કેમ્પમાં ભવાડા જાગીરી, ઘોટણ, માની, બોરપાડા, ટોકરપાડા, રાહોર, નારવડ, દિક્ષલ અને ચાવશાળા ગામના ૧૬૦ લાભાર્થીઓઍ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.

આ કેમ્પમાં ૪૨ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ, ૩૩ આધારકાર્ડ, જાતિના ૧૫, જન્મ મરણના ૦૯ આવકના ૦૮ અને ૦૧ ડોમિસાઈલ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા હતા. મહિલા અને બાળ વિકાસ યોજનાના ૧૫, નિરાધાર, વિધવા અને દિવ્યાંગ સહાયના ૧૨, રેશન કાર્ડ નવી નોંધણી અને સુધારણા ૧૦, પીઍમ કિસાન સન્માન નિધિના ૦૯ અને મનરેગાના ૦૫ લાભાર્થીઓઍ આ અભિયાન અંતર્ગત લાભ મેળવ્યો હતો જ્યારે ફોરેસ્ટ રાઈટ ઍક્ટ પટ્ટા હેઠળ ૦૧ લાભાર્થીને જમીનનો પટ્ટો ઍનાયત કરવામાં આવ્યો હતો. શિબિરમાં આવેલા તમામ નાગરિકોની સ્થળ પર જ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓઍ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમના માધ્યમથી સરકારી કલ્યાણકારી યોજનાઓ સીધી ગ્રામજનોના આંગણે પહોંચતા સ્થાનિક લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.