Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

ગણદેવી બંધારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જીઍનપીઍલ મેચનો શુભારંભ

ગણદેવી બંધારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જીઍનપીઍલ મેચનો શુભારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા.૨૨ ઃ ગણદેવી બંધારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રિ દિવસીય નાઈટ જીઍનપીઍલ ક્રિકેટ મેચનો શુભારંભ પાલિકા નવનીયુક્ત પ્રમુખ અનિતાબેન દિનેશચંદ્ર ભંડારી અને ઉપપ્રમુખ ઍડવોકેટ રાજુભાઈ પટેલના વ્રત હસ્તે નવયુક્ત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં થયો હતો. તુલજા ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૨૪ ગામોના પસંદગી કરાયેલ ક્રિકેટરોની આઠ ટીમ રમી રહી છે. આઠ ઓવરની ઍક ટૂર્નામેન્ટ રાખવામાં આવી છે. નવનિયુક્ત કારોબારી સમિતિના ઘોષિત અધ્યક્ષ પિનાકીનભાઈ ઉર્ફે પીન્ટુભાઇ પંડ્યા શાસક પક્ષના નેતા કેયુરભાઈ વશી, નિરવભાઈ સગર, સરસ્વતીબેન પટેલ, અશોકભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી ટોસ કરી ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો હતો. વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ અધવર્યુ અને મહાનુભાવોઍ દીપ પ્રગટ્ય કરી પ્રસંગિક શુભકામનાઓ પાઠવી હતી. તુલજા ભવાની યુવક મંડળ કાછીયાવાડી દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગણદેવી ઉપરાંત બીલીમોરા વલોટી તલોદ હથિયાવડી ગંગોર ધમરાછા અંચેલી માણેકપુર તોરણગામ દુવાડા ખેરગામ વડસંગડ રહેજ ચાંગા ધનોરી ઍંધળ ખખવાડા અજરાઇ પાથરી ગડત કછોલી સોનવાડી અને સાલે જ ગામોનો સમાવેશ કરાયો હોવાનું આયોજન કોઈ જણાવ્યું છે. આ પ્રસંગે સગર પરિવાર અન દરુવા કાછીયાવાડી ગણદેવીના મહાનુભાવો યુવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં. રાત્રે ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેળો જામે છે. ખાણીપીણીના ફેરિયાઓ પણ તેમનું રોજેરોટી રડે છે. યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આવે છે.