Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

ચીખલી પંથકમાં કેરીના ભાવો ઉતરતાં ખેડૂતો માટે ચિંતા

ચીખલી પંથકમાં કેરીના ભાવો ઉતરતાં ખેડૂતો માટે ચિંતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૨૦ ઃ  ચીખલી તાલુકાના ખેડૂતો દ્વારા કેરીનું વેચાણ કરવા માટે ટેમ્પા, ટ્રેક્ટર કે ગાડીમાં ભરીને કેરીના ઢગો ઠલવાઈ રહ્ના છે. પરંતુ કેરીના ભાવ ગગડી જતા હવે ખેડૂતોની મહેનત પણ માથે પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

ચીખલી તાલુકાના ખેડૂતો દ્વારા દર વર્ષે મોટી માત્રામાં કેરીનું વેચાણ કરવા માટે કેરીઓ લાવવામાં આવતી હતી પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી ગ્લોબલ ર્વોમિંગની અસરને કારણે આંબા કલમો ઉપર કેરી ન બેસતા ખેડૂતોની મહેનત માથે પડી રહી છે. 

હાલમાં પણ કેરીનું ઉત્પાદન ઓછું થયું છે અને જે ખેડૂતોની આંબા કલમો ઉપર કેરી રહી છે જે બેડીને માર્કેટમાં લાવવામાં આવી રહી છે. પરંતુ વેપારીઓ દ્વારા યોગ્ય ભાવ ન અપાતા ખેડૂતોની મહેનત માથઈ પડી રહી છે જોકે વેપારીઓ દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ ન આપાતા ખેડૂતો માટે જાય તો જાય કહાં જેવી પરિસ્થિતિ સર્જાવવા પામી છે જોકે કેરીનું વેચાણ કરી કેટલાક ખેડૂતો ઘરમાં આખા વર્ષનું અનાજ તેમજ દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગો પણ કરી લેતા હતાં. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોના માથે પનોતી બેઠી હોય તેમ કોઈ ઍક પાકમાં પણ ભલે વાર મળતો નથી.