Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

ધરમપુરના ઉક્તા ગામે યુવકે ફાંસો ખાધો

ધરમપુરના ઉક્તા ગામે યુવકે ફાંસો ખાધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૨૦ ઃ ધરમપુર તાલુકાના ઉક્તા ગામના ધામનમાળ ફળીયામાં ઍક યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા આ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. 

માહિતી અનુસાર સચિનભાઈ ભાયલુભાઈ નેવળ (ઉ.વ. ૨૮), રહે. ઉક્તા, ધામનમાળ ફળીયા, તા. ધરમપુર ગતરોજ સાંજના સમયે પોતાના ઘરે રૂમમાં નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

 પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકની પત્નીનું અંદાજે દોઢેક મહિના પહેલા ઝેરી દવા પીવાના કારણે અવસાન થયું હતું, જેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.