Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપીમાં લગન્ની લાલચે દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન રદ્દ

વાપીમાં લગન્ની લાલચે દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન રદ્દ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૦ ઃ વાપી પંથકના ઍક વિસ્તારમાં ૨૨ વર્ષય દીકરીની ઉંમરની યુવતી સાથે લગ્નનું વચન આપી દુષ્કર્મ આચરનાર ૫૦ વર્ષીય આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે. 

વાપી પંથકમાં રહેતા ઉદ્યોગપતિ પ્રસાદ વિજય અગ્રવાલ રહે બંગલો નંબર ૪૫ ગૌરવ ઇમ્પીરીયા સી-ટાઈપ જીઆઇડીસી વાપી મસ્જિદ ની પાછળના ઍક ૨૨ વર્ષની યુવતી જે કોલ સેન્ટરમાં કામ કરે છે. તેને નોકરીઍ રાખી લગ્ન કરવાની લાલચ આપી હરિયા પાર્કની ઍક જાણીતી સોસાયટીના ફલેટમાં લઈ જઈ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાની ઘટનામાં જેની સામે ફરિયાદ કરાય છે તે પ્રશાંત વિજય અગ્રવાલ ઉંમર વર્ષ ૫૦ દ્વારા પોલીસ ઘર પકડ થી બચવા માટે આગોતરા જામીન અરજી વાપીના ઍડીશનલ સેશન્સ જજ ડૉ.ઍચ.ઍન. વકીલ કોર્ટમાં કરવામાં આવી હતી. જે સંદર્ભે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ના રાખી આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ વાપીના ઍડિશનલ સેશન જજ ડો. ઍચ.ઍન. વકીલ દ્વારા કરાયો છે.