કલગામમાં નવી સાયન્સ કોલેજના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું
- byDamanganga Times
- 19 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૮ ઃ ઉમરગામ તાલુકાના કલગામ ખાતે નવી સાયન્સ કોલેજના નિર્માણ કાર્યનો ખાતમુહૂર્ત કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રોજેક્ટ માટે કુલ રૂ. ૧૪,૯૯,૬૬,૯૫૦.૬૫ની ટેન્ડર રકમ મંજૂર કરવામાં આવી છે. કામગીરીનો કોન્ટ્રાક્ટ પી.જે. પટેલ, અમદાવાદને સોંપવામાં આવ્યો છે. આ મકાન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરમાં તૈયાર કરવામાં આવશે અને તેમાં ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત બે માળનો સમાવેશ કરવામાં આવશે. મકાનનો કુલ બિલ્ટ અપ ઍરીયા ૫૮૦૭ ચોરસ મીટર રહેશે. નવા કોલેજ ભવનમાં લેબોરેટરી રૂમ, ક્લાસરૂમ, પ્રિન્સિપાલ ઓફિસ, સ્ટાફ રૂમ, સેમિનાર હોલ, લાઈબ્રેરી, કોમ્પ્યુટર રૂમ, મલ્ટીપરપઝ હોલ, સ્ટોર રૂમ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તે ઉપરાંત ફલોરીંગ, કલર કામ, પાણીની ટાંકી, ટેરેસ પર વોટરપ્રૂફિંગ, ઍક્સટર્નલ સેનેટરી ઍરેન્જમેન્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સંપ રૂમ, પંપ રૂમ, ઍન્ટ્રન્સ અને ઍક્ઝિટ ગેટ, ઇન્ટરનલ રોડ, ર્પાકિંગ, કંપાઉન્ડ વોલ, ઇલેક્ટ્રિફિકેશન, ફર્નિચર વર્ક તેમજ ફાયર સેફટી જેવી કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્ના હતા. ઉપરાંત ધવલભાઈ પટેલ, રમણભાઈ પાટકર તેમજ ડો. કિશોરસિંહ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્ના હતા.
આ કામગીરીનું અમલીકરણ કાર્યપાલક ઇજનેર, વલસાડ (મા. મ.) વિભાગ દ્વારા કરવામાં આવશે.
