Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

બીલીમોરાના ટાટાનગર અને સહયોગ સોસાયટી વચ્ચેથી બાઈક ચોરાઈ

બીલીમોરાના ટાટાનગર અને સહયોગ સોસાયટી વચ્ચેથી બાઈક ચોરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૧૫ ઃ બીલીમોરા શહેરના ટાટા નગર અને સહયોગ સોસાયટી વચ્ચે આવેલા માર્ગ પર ગત મધરાત્રે હીરો પેસન બાઈક ચોરીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તા. ૧૩/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રે ૧૨ઃ૩૦ કલાકે ઍક અજાણ્યો તસ્કર રહેણાંક વિસ્તારમાં પ્રવેશી પાર્ક કરેલી બાઈકનું સ્ટિયરિંગ લોક તોડી તેની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વાયરલ થયેલા ફૂટેજમાં તસ્કર અત્યંત સાવધાનીપૂર્વક વિસ્તારમાં ફરી રહ્ના હોવાનું જોવા મળે છે. બાઈક ચોરી કર્યા બાદ પણ તે રસ્તા પર પાર્ક અન્ય બાઈકોના સ્ટિયરિંગ લોક ચેક કરતો નજરે પડ્યો હતો, જેથી વધુ વાહનો ચોરી કરવાનો તેનો ઈરાદો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્નાં છે. ઘટના અંગે ભોગ બનનાર દ્વારા પોલીસ ને જાણ કરાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.