દમણમાં સમુહ લગન્ મહોત્સવ યોજાયો
- byDamanganga Times
- 16 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૫ ઃ દમણ ખાતે દામીની વ્યુમન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ સમાજમાં ઍકતા, સેવા અને સંસ્કારનું અનોખું પ્રતિક બની રહ્ના. આ પવિત્ર પ્રસંગે અનેક વર-વધૂઓઍ નવા જીવનની શરૂઆત કરી અને સમગ્ર વાતાવરણ આનંદ, આશીર્વાદ અને ભાવુકતાથી છલકાયું। સમૂહ લગ્નમાં જોડાયેલા દરેક વર-વધૂ અને તેમના પરિવારજનોના ચહેરા પર ખુશીની ઝળહળાટી જોવા મળી. ઘણા પરિવારો માટે આ પ્રસંગ માત્ર લગ્ન નહીં પરંતુ તેમના સપનાઓને મળેલું ઍક સુંદર સાકાર સ્વરૂપ બન્યો. સમાજના આગેવાનો, દાતાઓ અને મહાનુભાવોઍ નવદંપતિઓને આશીર્વાદ આપી સુખમય વૈવાહિક જીવનની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમમાં શિવાજી મહારાજ પરિવાર, કાંતાબેન, બ્રહ્મકુમારી પરિવાર સહિત સમાજના અનેક આગેવાનો અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દામીની વ્યુમન્સ ફાન્ડેશનની તમામ મહિલા કાર્યકર્તાઓઍ દિવસ-રાત નિલ્રૂર્થ ભાવથી સેવા આપી. દરેક વ્યવસ્થામાં મહિલાઓનો ઉત્સાહ, શિસ્ત અને સમર્પણ સ્પષ્ટપણે જોવા મળ્યું.આ ભવ્ય આયોજનના પાવન અવસરે ડીડી પ્રદેશ ભાજપા અધ્યક્ષ મહેશ અગરિયા, ડીડી પ્રદેશ ભાજપા મહામંત્રી તથા દિગ્ગજ-કડકદાર ભાજપા નેતા જિજ્ઞેશભાઈ ઉર્ફે જીગુ પટેલ, દમણના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને સમાજસેવક અનિલ અગ્રવાલ, દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુ પટેલ, દમણ જિલ્લા ભાજપા અધ્યક્ષ ભરતભાઈ પટેલ, દમણ નગરપાલિકા અધ્યક્ષા તથા ભાજપા નેત્રી દીપિકા ચંદ્રગિરી ટંડેલ, દમણ જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષા તથા ભાજપા નેત્રી રીનાબેન હરીશભાઈ પટેલ, આશા વુમન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન તથા ભાજપા નેત્રી તરુણાબેન પટેલ, ભાજપા નેત્રી ઉર્વશી પટેલ, સોમનાથ ગ્રામ પંચાયત સરપંચ તથા ભાજપા નેત્રી વર્ષિકા પિયુષભાઈ પટેલ, કચીગામ સરપંચ તથા ભાજપા નેત્રી ફાલ્ગુની પટેલ, આટિયાવાડ જિલ્લા પંચાયત સભ્ય ધનસુખભાઈ પટેલ, ડીઍમસી કાઉન્સિલર રશ્મિ હલપતિ, ડીઍમસી કાઉન્સિલર તમન્ના ખોજા, ગંગા સમગ્ર દમણ જિલ્લા પ્રાંતના અધ્યક્ષ ઍસ. કે. શુક્લા, માછી સમાજના અગ્રણી પુષ્પાબેન ધુકા, માછી મહાજન મહિલા ટીમ, દિલીપનગર મહિલા મંડળની અગ્રણી અસ્તિત્વબેન તેમજ મેઘના જ્વેલર્સના રાહુલભાઈ ઉપસ્થિત રહ્ના હતા.
ઉપસ્થિત મહેમાનો તથા પરિવારજનોઍ તમામ જોડીઓને આશીર્વાદ પાઠવી તેમના ઉજ્જવળ દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.
