Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપી બઝાર રોડ પર વારંવાર ખોદકામથી વેપારીઓ ત્રસ્ત

વાપી બઝાર રોડ પર વારંવાર ખોદકામથી વેપારીઓ ત્રસ્ત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૫ ઃ વાપી ટાઉન મુખ્ય બઝાર રોડ ઉપર સરદાર ચોકથી ઝંડા ચોક સુધી રસ્તાની બંને બાજુ મહાનગર પાલિકા દ્વારા બોક્ષ ગટર બનાવવામાં આવી જેમાં પીવાના પાણીની લાઈન તૂટતા ખોદીને બંને તરફ નવી લાઇન નાંખી દીધી જે પછી ભૂગર્ભ ગટર જોડાણ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. 

જેની વચ્ચે રસ્તો પણ નવો બનાવવામાં આવનાર હોવાથી આખો રોડ બે ફૂટ જેટલો ખોદી કાઢ્યો છે. હજુ આ રોડ ઉપર કેટલાક સ્થળે લાઇન લિકેજ થતી હોય ખોદકામ કરવાં પડી રહ્નાં છે. આમ આ મુખ્ય બઝાર રોડ ઉપર ઍક સાંધે ને તેર તૂટે તેવાં હાલથી સ્થાનિક વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. તેઓના રોજગાર ધંધાને નુકસાન થઈ રહ્નાં છે જેથી આ રોડ ઉપર તમામ કામ ચોમાસા પહેલાં ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્નાં છે.