Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપીમાં વાહનોના આંટાફેરા ઘટયા

વાપીમાં વાહનોના આંટાફેરા ઘટયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૫ ઃ પેટ્રોલ ડીઝલની અછતની બૂમરાણ અને ભાવ વધારાને લઈ વાપી જીઆઇડીસીના હાર્દ સમા ગુંજન વિસ્તાર અને ટાઉનના ચલા દમણ રોડ ઉપર મોડી સાંજે અને રાત્રે વાહનો લઈ લટાર મરનારાઓની સંખ્યા ઘટી ગઈ છે.      

છેલ્લા બે દિવસથી પેટ્રોલ ડીઝલ ખૂટી પડવાની અફવાને લઈ વાપી સહિત જિલ્લાના વિવિધ પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી રહી છે. તેવામાં આજથી પેટ્રોલ ડીઝલમાં લિટર પર ૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવા સંજોગોમાં બાઇક કે ફોર વિલ્હર વાહનો લઈ સાંજે કે રાત્રે મુખ્ય માર્ગો ઉપર લટાર મારનારાઓની સંખ્યા ઘટી ગઈ છે. સાથેજ ઇવાનિગ અને નાઈટ વોક કરનારાઓની સંખ્યા હવે વધી જશે તો નવાઈ પામવા જેવું નથી.