Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

કલરવ હોસ્પિ.ના તબીબ દ્વારા સર્વાઇકલ કેન્સર અંગે ફેલાતી અફવાઓથી દૂર રહેવા અપીલ

કલરવ હોસ્પિ.ના તબીબ દ્વારા સર્વાઇકલ કેન્સર અંગે ફેલાતી અફવાઓથી દૂર રહેવા અપીલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૨ ઃ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર મુખ્યત્વે હ્નામન પેપિલોમા વાયરસ (ણ્ભ્સ્) ના કારણે થાય છે, જેમાં ખાસ કરીને ણ્ભ્સ્ ૧૬ અને ણ્ભ્સ્ ૧૮ પ્રકારના વાયરસ જવાબદાર હોય છે. જો ૧૪થી ૧૫ વર્ષની વયે જ આ રસી આપી દેવામાં આવે, તો ભવિષ્યમાં કેન્સર થવાનો ખતરો નહિવત થઈ જાય છે. 

આ રસી વાયરસ સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિ કેળવે છે.  તાજેતરમાં ગર્ભાશયના મુખના કેન્સર અને તેની રસીને લઈને સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો પર વિવિધ વિવાદાસ્પદ નિવેદનો વહેતા થયા છે. આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા અને સાચી માહિતી પહોંચાડવી અનિવાર્ય બની છે. ત્યારે તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ કેન્સર અટકાવવા માટે ઉપલબ્ધ રસી અત્યંત અસરકારક અને સુરક્ષિત છે.

 પારડી કલરવ હોસ્પિટલ ના નિષ્ણાત તબીબ ડો. કાર્તિક ભદ્રા ઍ જણાવ્યું હતું કે ગર્ભાશયના મુખનું કેન્સર ઍ મહિલાઓમાં જોવા મળતું ઍક ગંભીર કેન્સર છે, પરંતુ રાહતની વાત ઍ છે કે તેને રસી દ્વારા અટકાવી શકાય છે. ણ્ભ્સ્ રસી આ રોગ સામે લડવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને નાની ઉંમરની બાળકીઓને જો આ રસી સમયસર આપવામાં આવે, તો ભવિષ્યમાં આ જીવલેણ બીમારીનું જોખમ નહિવત થઈ જાય છે. સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખનું કેન્સરના કારણે ૮૦ થી ૯૦ હજાર મહિલાઓ મૃત્યુ પામે છે. સરકાર દ્વારા જયારે ૧૪ થી ૧૫ વર્ષની બાળકીઓને નિઃશુલ્ક આ રસી પ્રદાન કરવામાં આવી રહી છે, ત્યારે દરેકે જાગૃત થઈ આ લાભ લેવા અપીલ કરી હતી. ગર્ભાશયના મુખના કેન્સરની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ રસી અંગે ફેલાવવામાં આવતી નકારાત્મક વાતો કે વિવાદાસ્પદ નિવેદનોમાં કોઈ તથ્ય નથી. અત્યાર સુધીના તબીબી અભ્યાસોમાં સાબિત થયું છે કે, આ રસી થી શરીર પર કોઈ ગંભીર આડ અઆડ અસર થતી નથી. તે કેન્સર સામે લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે.