Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપી આશિયાના કોમ્પ્લેક્સથી કચીગામ રોડ ખુલ્લો મૂકાયો ઃ વાહનો ચાલકોને રાહત

વાપી આશિયાના કોમ્પ્લેક્સથી કચીગામ રોડ ખુલ્લો મૂકાયો ઃ વાહનો ચાલકોને રાહત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૧ ઃ વાપી શહેરમાં આશિયાના કોમ્પ્લેક્સથી કચીગામ રોડ સાઈ મંદિર સુધીનો રોડ પહોળો કરી નવો બનાવ્યા બાદ આ રોડને ખૂલ્લો મૂકવામાં આવતા વાહન ચાલકો રાહત થઈ ગઈ છે.      

વાપી મહાનગર પાલિકા દ્વારા માર્ગ વિસ્તરણ સાથે પાકા રોડ અને ગટર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્નાં છે. જેમાં આશિયાના કોમ્પ્લેક્સ ચોકડીથી સાઈ બાબા મંદિર સુધીના રોડ ઉપર અગાઉ કાચા પાકા દબાણો દૂર કરી રોડ પહોળો કરવામાં આવ્યો હતો જે બાદ આ રોડ નવો બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈ કેટલાક દિવસો સુધી આ માર્ગ વહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો અને વાહનોને ડાયવર્જન આપવામાં આવ્યું હતું. આખરે આ રોડ નવો બની જતા વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેને લઈ હજારો વાહન ચાલકોઍ રાહત અનુભવી છે.