Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

ચીખલી હાઈવે પર કેરીના મંડપોથી ગ્રાહકોને અકસ્માતોનો ભય

ચીખલી હાઈવે પર કેરીના મંડપોથી ગ્રાહકોને અકસ્માતોનો ભય


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૦૮ ઃ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર રોડની બાજુમાં કોઈ લારી કે ખાર્ધ પદાર્થનું વેચાણ કરવામાં આવે તો હાઇવે ઓથોરિટીની પરમિશન લેવાની હોય છે પરંતુ દર વર્ષે રોડની લગોલગ કેરીના મંડપો શરૂ થઈ જતા હોય છે પણ હાઈવે ઓથોરિટી દ્વારા આવા મંડપો ધરાવતા સંચાલકો સામે કોઈ કાર્યવાહી ન કરાતા હાઇવે ઓર્થોરિટીના સંચાલકો આવા કેરીના મંડપ સંચાલકો સાથે હાથ મિલાવી દેતા હોય છે સિઝનમાં લાખો રૂપિયાનો ધંધો કોઈપણ ભાડું ચૂકવ્યા વગર કરી લેતા હોય છે પરંતુ આવા મંડપોના કારણે હાઇવે ઉપર અકસ્માતો સર્જાઈ ત્યારે  જવાબદાર કોણ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આખા રસ્તે બંને બાજુ રાત દિવસ કેરીના મંડપો ધમ ધમી રહ્ના છે અને રોડની બાજુમાં મંડપો લગાવી દેતા વાહન ચાલકો પોતાના વાહનો રોડની સાઈડે મૂકવાની જગ્યાઍ રોડ ઉપર જ ઉભા રાખી ગાડીમાં બેસી કેરીનો ભાવતાલ કરતા હોય છે પરંતુ હાઇવે ઉપર પાછળથી બીજા વાહનો આવતા હોય તેની પરવા કર્યા વગર કે કોઈ વાહન પાછળથી અકસ્માત કરશે. તેવું વિચાર્યા વગર વાહનો ઉભા કરી દેતા અકસ્માતો પણ બની રહ્ના છે. હાઈવે ઉપર કોઈ લારી કે મંડપો પાડી ધંધો કરાતો હોય તો હાઇવે ઓથોરિટી દ્વારા તેને અટકાવી બંધ કરાવી દેતા હોય છે અને નિયમો બતાવી દેતા હોય છે ત્યારે ત્રણ ચાર મહિના સુધી રોડની બાજુમાં જ રાત દિવસ ધમધમતા આવા કેરીના મંડપો હાઇવે ઓથોરિટીને કેમ દેખાતા નથી. હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આવા કેરી મંડપના સંચાલકોની સાથે હાથ મિલાવી દઈ લાખો રૂપિયાનું ઉઘરાણું કરી લેતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.