Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપી દમણ રોડ પર ફૂટપાથ પરના દબાણો દૂર કરાયાં

વાપી દમણ રોડ પર ફૂટપાથ પરના દબાણો દૂર કરાયાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૬ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી દમણ રોડ ઉપર ચલા સર્કલથી ડાભેલ ચેકપોસ્ટ સુધી ફૂટપાથ ઉપરના દબાણો દૂર કર્યાં હતાં.        

 સંઘપ્રદેશ દમણને જોડતા વાપી, દમણ રોડ વાહનોના ધસારાથી સતત વ્યસ્ત રહે છે. આ માર્ગ ઉપર બંને તરફ ફૂટ પાથ ઉપર છેલ્લા ઘણાં સમયથી લારી ગલ્લાના દબાણો હોવાથી દિવસ દરમિયાન રાહદારીઓને રોડને રોડ ઉપર ચાલવાની ફરજ પડતી હોય ઘણી વખત જીવલેણ કે જોખમી અકસ્માતો સર્જાતા રહે છે જે બાબતને ગંભીરતાથી લઈ મહાનગર પાલિકા દ્વારા આજે વાપી દમણ રોડ ઉપર બંને તરફ ફૂટપાથ ઉપરના લારી ગલ્લાંના દબાણો દૂર કરવાનું શરૂ કરતાં રાહદારીઓઍ હાશકારો અનુભવ્યો છે. જોકે આ અભિયાન કાયમ ચાલુ રાખવામાં આવે તેવી લોકોની લાગણી છે.