Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપીમાં રેલ્વેની સંપતિ ચોરનાર મહિલા સહિત ૪ ઝડપાયા

વાપીમાં રેલ્વેની સંપતિ ચોરનાર મહિલા સહિત ૪ ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 વાપી, તા.૦૫ ઃ આરપીઍફ વાપી  દ્વારા   ૧ મે ના રોજ અજય સદાની તથા વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત મુંબઈ સેન્ટ્રલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન રેલ સુરક્ષા અભિયાન અંતર્ગત આરપીઍફ વાપી ઇન્સ્પેક્ટર આશીષ તિવારીની ટીમના નિતિન ટંડેલ, ગિરધારીલાલ,  અશોક જાત, ઘ્ભ્ઝ઼લ્ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ વિનોદ ભારદ્વાજ, હેડ કોન્સ્ટેબલ અનિત મીના વગેરે દ્વારા મળેલી ગુ માહિતીના આધારે વાપી સ્ટેશનના દક્ષિણ ભાગે મોટા ગટર પાસે ત્રણ બહારના વ્યક્તિઓ અને ઍક મહિલા (૧) મનીષ (૨) પરેશ (૩) મનીષ સૈની અને (૪) મહિલા શિબૂ ખાતૂન ઉર્ફે સપના ને વાપી સ્ટેશન સાઉથ યાર્ડમાં સ્ટેબલ કોચ નં. ષ્ય્ ૯૯૨૦૯૮માંથી રૂ. ૧૯,૪૦૦/-ની રેલવે સંપત્તિ ચોરીના આરોપમાં ઝડપી પાડ્યા છે.

સઘન પૂછપરછમાં તેમણે અન્ય ઍક સાથી રાજન સાથે મળી રેલવે ગટર પાસે ઉભેલા કોચનું તાળું તોડી અંદરથી ઍક ફ્રિજ, બે સિલિન્ડર અને બે પંખા ચોરી કર્યા હોવાની કબૂલાત કરી. ફ્રિજ અનુપ નામના વ્યક્તિને વેચ્યું હતું, જ્યારે પરેશે સિલિન્ડર પોતાના ચીકુવાડી સ્થિત ઘરે છુપાવી રાખ્યો હતો અને રાજને ઍક સિલિન્ડર પોતાના ઘરે રાખ્યો હતો.

પોલીસે ફ્રિજ ખરીદનારના સ્થળે જઈ અનુપને ઝડપી પાડી  ફ્રિજ જ કર્યું હતું. તેમજ પરેશના ઘરે રાખેલો સિલિન્ડર પણ જ કરવામાં આવ્યો. આ તમામ સામે ય્ભ્જ્ પોલીસે વાપી ગુનો નં. ૦૭/૨૦૨૬, કલમ ૦૩ ય્ભ્(શ્ભ્) ઍક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. અને  તા ૦૩.૦૫.૨૦૨૬ના રોજ આરપીઍફ વાપીની ટીમે વોન્ટેડ આરોપી  રાજન નિષાદ, મહેન્દ્ર શ્રીવાસ્તવ અને  અજય નિષાદને ઝડપી પાડી આરપીઍફ વાપી કચેરી ખાતે લાવી પૂછપરછ કરી. રાજનના ઘરે છુપાવેલા ૧ સિલિન્ડર અને ૨ પંખા પણ જ કર્યો હતો.આમ પોલીસે  કુલ રૂ. ૧૯,૪૦૦/-ની ચોરાયેલી રેલવે સંપત્તિની સંપૂર્ણ વસૂલાત કરી અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કસ્ટડીમાં ધકેલવાનો હુકમ કર્યો હતો  વધુ તપાસ ઉપ નિરીક્ષક હરપાલ સિંહ, આરપીઍફ વાપી દ્વારા હાથ ધરવામાં આવી  છે.