Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

બીલીમોરામાં સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે સ્પેશિયલ કેમ્પનું આયોજન કરાયું

બીલીમોરામાં સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે સ્પેશિયલ કેમ્પનું આયોજન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૦૪ ઃ બીલીમોરાના હરિજનવાસ વિસ્તારમાં સોમવારે રોટરી ક્લબ ઓફ બીલીમોરા, ઈનર વ્હીલ ક્લબ ઓફ બીલીમોરા તથા અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ વધતું જતું હોવાથી મહિલાઓને સમયસર તપાસ અને નિદાન મળી રહે તેવા ઉમદા હેતુથી યોજાયેલા  કેમ્પમાં અંદાજિત ૬૭ મહિલાઓઍ ઘરઆંગણે આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ, શહેર ભાજપ પ્રમુખ નિરવભાઈ, અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. રાજેન્દ્ર ઍમ. ગઢવી અને ડૉ. ભૂમિ મેડમ સહિત સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્ના હતા.