Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

ગોરવાડાના ધ્યેય પટેલે ૧૨ વિ.પ્ર.માં વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો

ગોરવાડાના ધ્યેય પટેલે ૧૨ વિ.પ્ર.માં વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૫ ઃ ઍચઍસસી વિજ્ઞાન પ્રવાહ ૨૦૨૬ના જાહેર થયેલ પરિણામમાં વલસાડ તાલુકાના ગોરવાડાના વતની ધ્યેય પટેલે ઝળહળતી સફળતા પ્રા કરી વલસાડ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રા કર્યું છે. ધ્યેય ૬૫૦માંથી ૬૩૨ ગુણ ૯૭.૨૩ ટકા અને ગુજકેટમાં ૧૨૦માંથી ૧૧૮.૭૫ ગુણ મેળવી જિલ્લામાં અવ્વલ રહી કોળી સમાજનું નામ રોશન કર્યું છે. પિતા રીતેશકુમાર, માતા વિહર્ષીબેન તથા પરિવારજનો અને ગ્રામજનોનો ખૂબ ગૌરવ સાથે આનંદની લાગણી અનુભવે છે.