Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વલસાડ શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા અને પાંજરાપોળ સંઘ દ્વારા માટે કલેકટરને રજુઆત

વલસાડ શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા અને પાંજરાપોળ સંઘ દ્વારા માટે કલેકટરને રજુઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૫ ઃ શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા અને પાંજરાપોળ સંઘ, વલસાડ જીલ્લા યુનિટના પ્રમુખ સંદીપ દેસાઈ અને મંત્રી ઠાકોરભાઈ પટેલની આગેવાની હેઠળ સંઘઠનના તમામ સભ્યો આજરોજ વલસાડ કલેકટર ભવ્ય વર્માને મુખ્યમંત્રી ગૌમાતા યોજનાનો ચોથો હો તાત્કાલિક મળે ઍ માટે રજુઆત કરવા માટે આવ્યા હતાં. કલેક્ટરે તાત્કાલિક   નાયબ પશુપાલન નિયામક  વસાવાને ટેલીફોનીક સુચના આપી હતી કે તા-૫-૫-૨૬ ઍ સવારે ૧૦ વાગ્યે ફાઈલો લઈ આવી જાવ અને ઘટતી કાર્યવાહી પુર્ણ કરી બનતી ત્વરાઍ ગૌશાળા ટ્રસ્ટોને સહાય ચુકવી દો તો ઍઓ સારી ગૌસેવા કરી શકે, સંઘઠનના પ્રમુખ અને મંત્રીઍ કલેકટરનો આભાર વ્યક્ત કર્યો હતો.