Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપીમાં ભાજપે બંગાળ, આસામ અને પોîડીચેરીના વિજયની ઉજવણી

વાપીમાં ભાજપે બંગાળ, આસામ અને પોîડીચેરીના વિજયની ઉજવણી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૪ ઃ  આજરોજ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પડ્ઢિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીતની ઉજવણી વાપી શહેર ભાજપ કાર્યાલય ખાતે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી જેમાં સૌ કાર્યકર્તાઓઍ  ફટાકડા ફોડી, ઝાલમૂડી  અને મીઠાઈ ખવડાવી સાથે બધાનું મોઢું મીઠું કર્યું. ભારત માતા કી જય અને વંદે માતરમ્ના નારા સાથે વિજયોત્સવની ઉજવણી કરી. વાતાવરણ કેસરિયામય બની ગયું હતું. આ પ્રસંગે વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ મહામંત્રી વિરાજ દક્ષિણી હાર્દિક પટેલ તેમજ વાપી મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સતિષભાઈ પટેલ મિતેશભાઇ દેસાઈ દર્પણ દેસાઈ તેમજ મહિલા કોપરેટરો અને વાપી શહેરના માજી પ્રમુખ શ્રીપાદ ભાઈ સોની અભયભાઈ નહાર અમરતભાઈ સોની તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.