Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

મોરાઈ હાઈવે પર વાહન અડફેટે સ્કુટર ચાલકનું મોત

મોરાઈ હાઈવે પર વાહન અડફેટે સ્કુટર ચાલકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૩ ઃ મોરાઈ હાઇવે પર અજાણ્યા વહન અટપટે વાપીના ઍકટીવા ચાલક આધેડનું મોત નિપજયુ હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે વાપી નજીકના મોરાઈ ફાટક પાસે સુરતથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વલસાડના દિવેદ ગામે સંબંધી ને ત્યાં લગ્ન પ્રસંગમાંથી પરત વાપી આવી રહેલા ગુણવંત મગનભાઈ પટેલ રહે. વાપી કોળીવાડ બોરડી ફળિયા ટેલીફોન ઍક્શન ની પાછળની ઍકટીવા મોપેડ નંબર જીજે-૧૫-ડીબી- ૪૮૦૬ને કોઈ અજાણ્યા વહનચાલકે રાત્રે ૮ઃ૩૦ કલાકે ટક્કર મારતા ગુણવંતભાઈ પટેલને  માથામાં તથા શરીરે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જે અંગેની જાણ વાપી ટાઉન પોલીસ મથકમાં થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ વાપી ટાઉન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.