Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

માછીવાડમાં લોહી અને આંખની તપાસ કરાઈ

માછીવાડમાં લોહી અને આંખની તપાસ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૩ ઃ ધરમપુર તાલુકાના માછીવાડ વિસ્તારમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા નિઃશુલ્ક લોહી અને આંખની તપાસ માટે કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓઍ  ભાગ લીધો હતો. આ કેમ્પમાં માછીવાડ, આસુરા, ઝાંપા, દાતાર ફળિયા સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતાં. આંખની તકલીફવાળા દર્દીઓને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ઓછુ હિમોગ્લોબીન જણાઈ આવતા જરૂરિરી ટીપ્સ આપવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે હોસ્પિટલના મયુરી ઢીમર, મિલન પટેલ, નિકિતા ચૌધરી, અજય પટેલ, ભરત રાઉત અને હેમુ ભોયા સહિતની ટીમે  સહયોગ કર્યો હતો.