Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપીમાં રોડ વાઈડનીંગ માટે રસ્તો બંધ કરાયો

વાપીમાં રોડ વાઈડનીંગ માટે રસ્તો બંધ કરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૧ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા કચીગામ રોડ પહોળો કરી ડામર રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવતા આ માર્ગને હંગામી ધોરણે આશિયાના કોમ્પ્લેક્સ ચોકડી થી કચીગામ તરફનો બંધ કરવામાં આવ્યો છે.          મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં માર્ગો પરના દબાણો દૂર કરી તેને પહોળા કરવાનું કામ પૂર જોશમાં શરૂ કરી દીધેલું છે. વાપી કચીગામ રોડ ગામ ઉપર સાઈબાબા મંદિર સુધી અને ગેરકાયદે ભંગારની ગોડાઉન તથા અન્ય દબાણો હતા જેને થોડા સમય પૂર્વે દૂર કર્યા બાદ આ રોડને ખુલ્લો કરી  પહોળો ડામર રોડ બનાવવાનું કામ હાથ ધર્યું છે. જે માટે આશિયાના કોમ્પ્લેક્સથી ગામ તરફ જતો રોડ હાલ હગામી ધોરણ માટે બંધ કરી  દેવામાં આવ્યો છે. કચીગામ તરફ જતા વાહનોને માટે જનસેવા, રામદેવપીર સર્કલ થી જવું પડશે.