Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

દાનહમાં ઍનઍચ-૮૪૮ પર સીધો પ્રવેશ બંધ

દાનહમાં ઍનઍચ-૮૪૮ પર સીધો પ્રવેશ બંધ


 (દમપણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૩૦ ઃ  રાષ્ટ્રીય હાઈવે-૮૪૮ઍ પરથી સીધો પ્રવેશ બંધ કરવા માટે પ્રશાસને કડક આદેશ જાહેર કર્યો છે. ૩૦ ઍપ્રિલ ૨૦૨૬ના પરિપત્ર મુજબ, મંજૂર નકશામાં દર્શાવેલા માર્ગ સિવાય હાઈવે પરથી સીધો પ્રવેશ ગેરકાયદેસર ગણાશે અને પાંચ દિવસમાં તેને દૂર કરવા સૂચના આપવામાં આવી છે. સેન્ટર પોઇન્ટથી સમરવાણી સુધીના વિસ્તારમાં વર્ષોથી અનેક ધંધાઓ ચાલી રહ્ના છે. અહીં હટ બજાર, નર્સરી, સેકન્ડ હેન્ડ કાર ડીલરો અને સ્ક્રેપના વેપારીઓ ખુલ્લેઆમ કાર્યરત છે. સાથે સાથે કેટલાક મોટા બિલ્ડરોઍ પણ હાઈવે સાથે જોડાયેલા તેમના ઓફિસો શરૂ કર્યા છે.

આ પરિસ્થિતિને લઈને સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્ના છે કે જો આ બધું ગેરકાયદેસર હતું, તો સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલ અને સંબંધિત વિભાગોઍ અગાઉ કાર્યવાહી કેમ નહીં કરી. વર્ષોથી ચાલતા ધંધાઓને હવે અચાનક બંધ કરવાના આદેશથી લોકોમાં અસંતોષ ફેલાવાની શક્યતા છે.

ધંધાર્થીઓનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી અહીં વ્યવસાય કરી રહ્ના છે અને હવે અચાનક હટાવવાથી રોજગાર પર સીધી અસર પડશે. જો કોઈ વિકલ્પ આપવામાં નહીં આવે તો વિરોધ ઊભો થઈ શકે છે પ્રશાસને ચેતવણી આપી છે કે આદેશનું પાલન નહીં કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે, જેમાં પરમિશન રદ કરવાની કાર્યવાહી પણ સામેલ છે. હવે જોવાનું રહ્નાં કે આ કાર્યવાહી જમીન પર કેવી રીતે અમલમાં મુકાય છે.