Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

દમણની શ્રીનાથજી કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજાયું

દમણની શ્રીનાથજી કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૨૯ ઃ દમણ ખાતે આવેલી શ્રીનાથજી બીબીઍ, બીસીઍ અને બીકોમ કોલેજમાં તાજેતરમાં કેમ્પસ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં દમણની ખ્યાતનામ બેન્કો અને વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કેમ્પસ ડ્રાઈવમાં ઍચડીઍફસી બેન્ક, બંધન બેન્ક, ઈન્ડસઇન્ડ બેન્ક સહિત બાંસવાડા ગારમેન્ટ, આલ્કેમ લેબોરેટરીઝ, પેસિફિક સાયબર ટેકનોલોજી અને નિર્મલ પોલીપ્લાસ્ટ જેવી મોટી કંપનીઓ જોડાઈ હતી. 

કોલેજના મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓઍ ઇન્ટરવ્યૂમાં ભાગ લીધો હતો, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓનું સફળતાપૂર્વક સિલેક્શન કરવામાં આવ્યું હતું. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને આકર્ષક અને વ્યવસ્થિત પેકેજ સાથે નોકરીની ઓફર આપવામાં આવી છે. આ કેમ્પસ ઇન્ટરવ્યૂથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને કોલેજ માટે પણ આ ગૌરવની બાબત બની છે.