Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

કલસરમાં ચાર રસ્તા પાસે સીસીટીવી કેમેરા મુકાયા

કલસરમાં ચાર રસ્તા પાસે સીસીટીવી કેમેરા મુકાયા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૮ ઃ પારડી તાલુકાના કલસર ગામમાં આવેલ ચાર રસ્તા પાસે સીસીટીવી કેમેરા મૂકી દેવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા મુકાયા બાદ ઉદવાડા દમણ ઉદવાડા રેલવે સ્ટેશન અને ઉંમર સાડી તરફ જતા વાહન ચાલકો સીધે સીધા પોલીસની નજરમાં છે. સીસીટીવી કેમેરા મૂકી દેવામાં આવતા ગુનાખોરીને ડામવા માટે પોલીસને ખૂબ જ મોટી રાહત મળશે. આ ચાર રસ્તા પાસેથી ગુનાખોરી કરી જનાર વ્યક્તિ સીસીટીવી કેમેરાના લીધે પોલીસના નજરમાં રહેશે અને સરળતાથી પોલીસ ગુનેગારને ઓળખી શકશે. જોકે આ ઍક બહુ જ સારી બાબત છે કે ઉદવાડા પંથકના મુખ્ય માર્ગ પર મુકાયેલા સીસીટીવી કેમેરા થકી આ વિસ્તારના લોકોને બહુ જ સારી સેફટી મળી રહેશે.