Vishesh News »

શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા સાથે જીલ્લા-સંઘપ્રદેશ રામમય, વાપી જીઆઈડીસીમાં ૨૫૦૦૦ અને ટાઉનમાં ૫૦૦૦ દિવડાઅો પ્રગટાવાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૨ ઃ અયોધ્યામાં આજે રામલલાના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાત સાંજે સમગ્ર દેશમાં અને વાપી પંથકમાં આવેલ દેવી-દેવતાના મંદિરો તેમજ લોકોના ખાનગી આવાસ પર દીવડા પ્રગટાવી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તે દિવસ દરમિયાન સમગ્ર વિસ્તાર ઝળહળી ઉઠ્યો હતો અને લોકોઍ ફટાકડા ફોડી આકાશમાં આતશબાજી કરવામાં આવતા સમગ્ર વાતાવરણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ત્યારે વાપીના હનુમાન મંદિર પરિસરમાં ૫૦૦૦ દીવડા અને વાપી જીઆઇડીસી અંબે માતા મંદિર ખાતે વિવિધ સંગઠનો તેમજ સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા ૨૫,૦૦૦ થી વધુ દીવડાઓ પ્રગટાવ્યા હતા જેને લઇ સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. આજે ૨૨મી જાન્યુઆરીઍ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિમાનું પુનઃ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ પ્રસંગે સમગ્ર દેશ રામમય બન્યો છે. ત્યારે વાપીમાં પણ અનેક સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમ હાથ ધરાયા છે. વાપીના અંબામાતા મંદિરે પણ ભગવાન રામની પૂજા અર્ચના, રંગોળી, દીપોત્સવ, ભજન સહિતના આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે, આ ઐતિહાસિક ધાર્મિક પ્રસંગમાં સહભાગી થવા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ વાપીમાં આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત થઈ રહ્ના હતા. જે અનુસંધાને વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલ અંબામાતા મંદિરે પ્રભુ શ્રી રામની આરતી ઉતારી પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. વાપી નોટીફાઇડ હસ્તકના ગુંજન વિસ્તારમાં આવેલ શ્રી અંબામાતા મંદિર ખાતે રામસેવા કાર્યક્રર્મનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્ના હતાં. કનુભાઈઍ પ્રભુ શ્રી રામજીની આરતી ઉતારી હતી. નમન કર્યું હતું. આ અંબામાતા મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી ગણ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સમાજ દ્વારા જાતજાતની કૃતિઓ અને રંગોળીઓ તથા ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો જેને નિહાળી સૌને આ અવસર નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. સાથે અહીં શ્રી યુવક મંડળ અને શ્રી જલારામ સેવા સંઘ વાપી દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તોઍ લાભ લીધો હતો. આજે અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વાપી નગરપાલિકા અને અનાવિલ યુવક મંડળ વાપી દ્વારા સંચાલિત વાપી હનુમાન મંદિર ખાતે આવેલ સર્કલનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદઘાટન તથા સર્કલમાં ધનુષ અને ગદાની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. તમામે જય શ્રી રામનો જયઘોષ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. કનુભાઈ દેસાઈઍ તમામને શુભેચ્છા પાઠવી હતી. તથા અહી અયોધ્યાથી મોટી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. તેમજ પ્રસાદ, મહાપ્રસાદનું આયોજન હોય મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોઍ તેનો લાભ લીધો હતો.