Vishesh News »

દમણમાં ચૂંટણીનું વાતાવરણ બની રહ્નાં છે અપક્ષ ઉમેદવારીના દાવેદારે દમણમાં ઘર દીઠ ઍક રૂપિયાનું ચૂંટણી ફંડ માંગવાનું શરુ કર્યુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૦૩ : દમણ-દીવ લોકસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ મંડાય ઍવી શકયતા સર્જાયેલી છે. ભાજપ અને કોîગ્રેસના ઉમેદવારો જાહેર થઈ ગયા છે જયારે અન્ય મહાત્વાકાંક્ષી ઉમેશ પટેલ તાલ ઠોકી રહ્નાં છે. અને દમણમાં હવે ચૂંટણીનું વાતાવરણ સર્જાતુ જઈ રહ્નાં છે. ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલ દ્વારા આજે દમણ જીલ્લાના કડૈયા મંડળના માછીવાડ વિસ્તારના વિવિધ ક્ષેત્રોમાં ડોર ટુ ડોર ચૂંટણીનો પ્રચાર તેમજ સંપર્ક અભિયાન ચલાવવામા આવ્યો હતો. લાલુભાઇ પટેલ દ્વારા લોકોને ભાજપને મત આપવાની માંગણી કરાઈ રહી છે. જયારે અપક્ષ તરીકે ઉમેશ પટેલ ઉમેદવારી કરી રહ્નાં હોવાની વાત સાથે તેમનો પણ પ્રચાર શરુ થયો છે. તેમણે મોટી દમણના પરિયારી ગામમાં આવેલ રામ મંદિર ખાતે ઉમેશ પટેલ દ્વારા પૂજા કરી પ્રચાર શરુ કર્યો હતો અને ઘર દીઠ ઍક રૂપિયાનું ચૂંટણી ફંડ ઉઘરાવવાનું શરુ કર્યુ છે. ૧૭ મી લોકસભામાં ઉમેશ પટેલને ૧૯ હજાર થી વધુ વોટ મળ્યા હતા. આ વખતે પણ કોંગ્રેસના કેતન પટેલ, ભાજપના લાલુભાઇ પટેલ અને અપક્ષ તરીકે ઉમેશ પટેલ વચ્ચે મુખ્ય મુકાબલો થશે.