Vishesh News »

પલસાણામાં ઐતિહાસિક ગંગાજી તીર્થધામ મહાશિવરાત્રીનો ૪ દિવસીય મેળો પુર્ણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૨ : પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં યોજાયેલ ઐતિહાસિક ગંગાજી તીર્થધામ મહાશિવરાત્રી મેળો ચાર દિવસ બાદ પૂર્ણથયો છે. અહીં મહાશિવરાત્રી ના પવિત્ર દિવસે શુક્રવારે ઍક લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓઍ રામેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા અને પવિત્ર શિવલિંગની પૂજા કરી હતી. માતા પાર્વતીની પૂજા કરી હતી. બાદમાં મેળાનો આનંદ માર્યો હતો. શુક્રવારથી શરૂ થયેલ મહાશિવરાત્રીનો મેળો શનિવાર રવિવાર અને છેક સોમવાર સુધી ચાર દિવસ ચાલ્યો હતો. ચાર દિવસ દરમિયાન સમગ્ર ભારતમાંથી આવેલા ઍક હજારથી પણ વધુ અલગ અલગ ચીજ વસ્તુઓના વેપારીઓઍ તમામ ચીજ વસ્તુઓનો વેચાણ કર્યું હતું. મંદિરના ટ્રસ્ટી પ્રિયાંકભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર ચાર દિવસમાં પાંચ થી છ લાખ જેટલા લોકોઍ મહાશિવરાત્રી પર્વમાં ભાગ લીધો છે અને મેળામાં સામેલ થયા છે. રાજ્યમાંથી અને સમગ્ર જિલ્લામાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં આવ્યા છે. આમ પવિત્ર ગંગાજી નો મેળો ચાર દિવસ બાદ નિર્વિઘ્ને સંપન્ન થયો છે. લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા બાદ કોઈપણ અનિચ્છનીય બનાવો નથી કે કોઈને પણ કાંઈ નુકસાન થયું નથી પલસાણા ગ્રામ પંચાયતના સરપંચ રાધિકાબેન પટેલ તરફથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પલસાણા ગંગાજી મંદિર રામેશ્વર મહાદેવના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ તેઓઍ સતત મેળામાં રહીને કાળજી રાખી હતી અને શાંતિ પણ કરાવ્યો હતો. પારડી પી.આઈ.જી.આર ગઢવી, પી.ઍસ.આઇ ચૌધરી, પીઍસઆઇ પટેલ સહિતની ટીમ પારડી ફાયર બ્રિગેડની ટીમ આરોગ્ય વિભાગની ટીમ તમામ મેળામાં ખડે પગે ફરજ બજાવી હતી અને શાંતિપૂર્ણ રીતે મેળો સંપન્ન કરાવ્યો હતો.