Vishesh News »

દરિયા કિનારે ફરતા ફરતા વિચારવા જેવી વાતો...

રામલાલ અને શ્યામલાલ રાબેતા મુજબ વહેલી સવારે ઉઠીને ચાલતા ચાલતા વાતો કરવા માંડ્યા. રામલાલ- નાના નાજુક. કાગળના ટુકડા જેવી જીંદગીમાં, જ્યારે..વાંસની વળી જતી બે નાજુક સળીઓ જેવી બે યોગ્ય વ્યકિત..,યોગ્ય જગ્યાઍ ગોઠવાઈને.., યોગ્ય જવાબદારી નિભાવી લે છે..! ત્યારે... આશાની દોરથી સંસાર રૂપી.. આકાશને પણ આંબી શકે છે...!! શ્યામલાલ- ૧૪ જાન્યુઆરીની મકરસક્રાંતિ ગઈ, પણ તારા મનમાં હજું પતંગ-ફિરકી જ ઉડ ઉડ કરે છે. ધરતી પર આવી જા, મારા ભઈ ! રામલાલ- તો જણાવ કે ગામમાં શું નવાજુની, મારા ભઈ. આ વખતે કે.સી.પટેલની પતંગ કપાશે ? શ્યામલાલ- કપાશે તો ઉષાબેન ગોઠવાશે. બાકી, ગામમાં તો નવા રસ્તા, ઓવરબ્રિજો, અન્ડરપાસ બનવા સાથે રોડ પર ગેરકાયદેસર દબાણને હઠાવવાના સારા -યાસ કરવામાં આવી રહ્ના છે. લોકોને ગમે કે ના ગમે, ગેરકાયદેસર દબાણ સામે બુલડોઝર તો ફેરવવા જ પડે. વાપી જીઆઈડીસી, નોટિફાઈડની જેમ વાપી નગરપાલિકાઍ પણ દબાણકર્તાઓ સામે હવે બાંય ચઢાવી છે. રામલાલ- આ વર્ષે તો મોટી ચૂટણી આવશે, ઍ પહેલાં ફટાફટ જે કામ થાય ઍ બધા માટે સારૂ. હવે નવું સરકારી દવાખાનું પણ ગામ વચ્ચે થશે, તો લોકોને સરળતા રહેશે. શ્યામલાલ- અગાઉનું મોટું સરકારી દવાખાનું કોણ જાણે કેમ છેક છેવાડે ચલામાં અંદરના રસ્તે ઢકેલી મુક્યું હશે ? રામજાણે ! આમાં તો ગામની વચ્ચે આવેલી હોસ્પિટલોને ફાયદો થાય. રામલાલ- રામજાણે બોલ્યો ઍ પરથી યાદ આવ્યું કે ‘તું ઉદ્ધાટનમાં જવાનો છું ?’. શ્યામલાલ- કયાં ઉદ્ધાટનમાં ? લક્ષદ્વિપ, અમદાવાદ વાઈબ્રન્ટ, મુંબઈ અટલ બ્રિજ કે અયોધ્યા ? કે પછી આઈપીઍલના ઈનોગ્રેશન સેરેમનીમાં ? રામલાલ- અયોધ્યાનું તો આમંત્રણ મળે તો જઈશ ને ? શ્યામલાલ- સાહેબે અમારા જેવાને કહ્નાં છે ને કે ‘હમણાં આવતા નહીં, ઘરે પૂજા કરજો. થોડા દિવસ પછી શાંતિથી આવજો.’ રામલાલ- હા, ભઈ હવે તો ઍરપોર્ટથી પ્લેનમાં, ફાઈવસ્ટાર ટ્રેનો દ્વારા પણ અયોધ્યા આરામથી જવાશે. શ્યામલાલ- ઍમાં મોંઘું પડે, ભઈ ! આપણે તો ગામમાંથી કોક લકઝરી ઉપાડે તો ઍમાં ગોઠવઈ જઈશું. બીજા બધા યાત્રાધામ પણ ફરતા આવીશુ. પરંતું ઍ પહેલાં લક્ષદ્વિપના દરિયા કિનારે જવાનો વિચાર છે. વાયબ્રન્ટના સેમિનારોમાં ભાષણો સાંભળવા કરતા તો ઍના મઠારેલા ન્યુઝ સોશ્યલ મિડિયામાં જોઈ લેવા સારા પડે. મુંબઈગરાને કામ લાગે ઍવો મુંબઈ અટલ બ્રિજ પર પણ ટોલ ભરીને જવું પડે. મારૂ હાળુ હમણાંનું તો ગુચવઈ જવાય છે કે આમને આમ દર દશ-પંદર દા’ડે નવું ઉદ્ઘાટન થયા કરશે તો આપણું મન તો ત્યાં જઈને જોવા માટે વારંવાર લલચઈ જવાય. યે હે મેરે મન કી બાત. રામલાલ- કેટલા બધા સરસ ઉદ્ઘાટનો થાય છે, વિશ્વમાં આપણો કેવો સરસ ડંકો વાગે છે. શ્યામલાલ- ડંકો વગાડતાં પણ આવડવું જોઈઍ, મારા ભઈ. રામલાલ- સાવ સાચું હોં ! મને તો લક્ષદ્વિપના ફોટાઓ જોઈને દરિયા કિનારે શાંતિથી લટાર મારવાનું મન થાય છે. શ્યામલાલ- તને દમણમાં રસ નથી, ખર્ચો ના કરવો હોય તો તારે નજીકમાં આવેલ નારગોલ અથવા તિથલ બીચ જવું જોઈઍ. રામલાલ- સાવ સાચી વાત હોં ! દરિયા કિનારે ફરતા ફરતા વિચારવાનો અનુભવ ઍક અદ્વિતીય અને પ્રતિષ્ઠાત્મક અનુભવ છે. દરિયાના કિનારે ચાલતા જ પાણીનો પ્રવાહ, ઍનો અલગ અને અદ્વિતીય સ્વાભાવ, અને સવાર-સાંજના અવિસ્મરણીય દ્રશ્યો આપણા મનમાંથી પસાર થતા હોય છે. શ્યામલાલ- સાવ સાચું, દરિયાના કિનારે ફરી આવવાનો આનંદ લેવો જોઈઍ, તો મોટાભાગના લોકો નારગોલ બિચ પર કેમ જતા નથી ? શું ખૂટે છે ? રામલાલ- જવું જોઈઍ ! ઍવા પ્રતિષ્ઠાત્મક સ્થળો પર જવાની મજા તમારા જીવનમાં ઍક નવો રંગ અને સજાવટ લાવે છે. શ્યામલાલ- દમણ સિવાયના મોટાભાગના દરિયા કિનારાઓ પર અંધારૂ થઈ ગયા પછી બધું ઠપ થઈ જાય છે. લક્ષદ્વિપમાં કદાચ ઠપ નહીં થતું હોય, પણ ત્યાં જવું તો મોંધું પડે. રામલાલ- જો ભઈ ! સાઈઠ વર્ષ આસપાસ પહોંચો પછી દરિયા કિનારે લટાર મારવામાં ખૂબ સારા વિચારો આવતા હોય છે. શ્યામલાલ- તો આપણે વહેલી સવારે પણ લટાર જ મારી રહ્ના છીઍ ને ! જલ્દી જલ્દી બોલવા માંડ, લાગે છે કે તને ‘સાઈઠે બુધ્ધી આવી’ છે. રામલાલ- વૃધ્ધાવસ્થામાં જો દરિયા કિનારે લટાર મારશો તો તમને સમજાશે કે હવે પૈસો, પાવર અને પોઝિશનથી અંજાઈ જવાતું નથી. હવે પોતાના માટે સમય કાઢીને સ્વીકારી લેવાનું કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. શ્યામલાલ- હા, ભઈ. ઍવા વિચાર તો મને પણ કો’કદિ આવે છે. અંબાણી અને અદાણીની ઈર્ષા કરવાનું હવે આપણે બંધ કરી દીધું છે. રામલાલ- સાઈઠ વર્ષે પહોંચીને હવે નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કરવું જોઈઍ. ક્યારેક ખબર પડે કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરવાનું. શ્યામલાલ- પેટ્રોલ પંપ પર પણ હસતા મોંઢે જ જજો, મારા ભઈ ! રામલાલ- ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો ઍમજ આપી દઈને, પચીસ પચાસ રૂપિયા જતા કરશો ત્યારે ઍના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થઈ જશો. રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લેશો તો ઍમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈને આનંદ થશે. શ્યામલાલ- પતંગ ઉડાડવાના ચાઈનીઝ દોરાથી ભારતીય દોરા અલગ તારવતા શીખી લેજો, મારા ભઈ ! માટીના કોડિયા વાપરો. રામલાલ- દરિયા કિનારે ઘરની વાત પણ યાદ આવે છે કે ઘરે ઍકની ઍક વાત કેટલીયે વાર સાંભળી છે. હવે ઍમને ઍ કહેવાનું પણ બંધ કરી દેવું છે કે તેઓ ઍ વાત ઘણી વાર કહી ચુક્યા છે. સાથોસાથ ખ્યાલ હોય કે સામેનો વ્યક્તિ ખોટો છે તો હવેથી ઍકાદ વાર સમજાવીશ પણ વારંવાર ઍની ભૂલ સુધારવાનું બંધ કરી દેવું છે. શ્યામલાલ- આપણે ક્યાં રાજકારણી છીઍ કે સામે પક્ષની દરેક વાત ખોટી હોવાના ઢોલ વગાડતા ફરીઍ. રામલાલ- ત્યાં ઍ પણ વિચાર આવે છે કે ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક શાંતિ રાખેલી સારી. હવે સારા કામ કે વિચારોની મુક્તપણે -શંસા કરતા રહેવાની ટેવ પાડવી છે, જે સકારાત્મક છે. શ્યામલાલ- વખાણ કરવામાં અને મસ્કા મારવામા ફર્ક રાખતો રહેજે, મારા ભઈ ! રામલાલ- હવેથી બ્રાન્ડેડ કપડાં, ઍપલના મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી લોકોનું વ્યક્તિત્વ આંકવાનું મૂકી દેવું છે. કારણ કે સરસ વ્યક્તિત્વ તો વિચારોથી જ નિખરે છે. લાગણીઓની અભિવ્યક્તિ કરતાં ક્યારેય શરમાવું નહી ઍ પણ હવે સમજી લીધું છે. શ્યામલાલ- મોંઘુ ખાવું જરૂરી નથી, ભાવે ઍવું ખાવું જરૂરી છે. પાણીપૂરી લારી પર જ ટેસ્ટી લાગે. પાઉવડાનો ટેસ્ટ લારી તેમજ દુકાનોમાં જ આવે, હોટલોમાં નહીં. રામલાલ- હાસ્તો, દરિયા કિનારે લટાર માર્યા બાદ હવે મને ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું વધુ ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલામાં સંતોષ થાય છે. શ્યામલાલ- મકરસક્રાંતિમાં ધાબા પર બેસી તલની ચિક્કી ખાવ તો તમે ફાસ્ટફૂડ પણ ભૂલી જાવ. રામલાલ- ફાસ્ટફૂડમાં પોતાના પર હજાર રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદના હાથમાં પાંચસો આપવાનો આનંદ અલગ હોય છે. ઍવો પણ ફરતાં ફરતાં વિચાર આવે છે. શ્યામલાલ- દરિયા કિનારે કે બિજે ક્યાંય પણ હરતા-ફરતા મોટાભાગના વરિષ્ઠોના મનમાં આવવા જેવા અને અમલમાં મૂકવા જેવા આ બધા ખૂબ સારા વિચાર છે. રામલાલ- ઓ ભઈ, આ બધા સુવિચાર તારે પણ અમલમાં મુકવાના. શ્યામલાલ- જો ભઈ, માલદિવની વિદેશી ટાપુની જગ્યાઍ જવા કરતાં દેશનાં જ લક્ષદ્વિપ ટાપુ પર જવાની વાત સુધીની વાત સમજી શકાય. પણ કાલે ઉઠીને બધા બેંગકોકના દરિયા કિનારે જવાનું બંધ કરવાની વાત કરશે તો ? કેટલાં માનશે ?