Vishesh News »

શૈલેષ પટેલની હત્યા માટે ૯ લાખની સોપારી અપાઈ હતી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૩૦ ઃ વાપી તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલની હત્યાનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાનું મૂળકારણ ૧૦ વર્ષ જૂની લડાઈને લઈ આરોપીઓઍ રૂ. ૧૯ લાખ રૂપિયાની આંતરરાજ્ય ગેંગના શાર્પશૂટરને સોપારી આપી હત્યા કરાવી હતી. પોલીસે સોપારી આપનાર રાતા-કોચરવાના ત્રણની અટકાયત કરી સાથે શાર્પશુટરને વાપી સુધી લાવી આપનાર ઍક ટ્રાન્સપોર્ટર અને ઍક નિયમની અટકાયત કરી મુખ્ય શાર્પશુટરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા આજે વાપી વિભાગના ડીવાયઍસપી કચેરી ખાતે ઍકપ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે તા. ૮ મે,ના રોજ વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષભાઈ ભીખુભાઈ પટેલ તેમના પત્ની નયનાબેન અને નાના ભાઈની પત્ની તથા તેમની કાકી સાથે રાતા-કોપરલી રોડ પર આવેલ શિવમંદિરે દર્શન કરવા માટે ગયા હતા. પત્ની અને નાના ભાઈની પત્ની તથા કાકી મંદિરમાં દર્શન માટે ગયા હતાં. ત્યારે શૈલેષભાઈ પોતાની કારમાં ડ્રાઇવિંગ સીટ પર બેઠા હતા અને મોબાઈલમાં વ્યસ્ત હતા તે દરમિયાન અજાણ્યા શખ્સો શૈલેષભાઈ પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ૪ રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. શૈલેષભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શૈલેષભાઈના પત્ની દ્વારા ડુંગરા પોલીસ મથકે ૬ શકમંદો અને ૨ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત બનાવવાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય સુરત વિભાગના પિયુષભાઈ પટેલ તેમજ ઇન્ચાર્જ પોલીસ મહા નિરીક્ષક સુરત વિભાગના સંદીપ સિંહ સુચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાપ વાપીના નાયબ પોલીસવડા બી.ઍન. દવે વાપી ડિવિઝન તથા ઍલસીબી અને ઍસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીઍસઆઇ અને પોલીસ કર્મીઓની જુદી જુદી ટીમો બનાવી જુદા જુદા રાજ્યોમાં ગુનાની અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન શકમંદ તેમજ મરણ જનારના સંપર્કમાં અનેક ઈસોમોની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી. સાથે ટેકનિકલ ઍનાલિસિસ કરવામાં આવેલ તેમજ પોલીસના સંપર્ક કરી જેમાંથી ઍવી હકીકત ખુલવા પામી હતી કે ફરિયાદ.. (અનુ. પા.નં. ૭ પર) પા.નં. ૧ નું ચાલુ.. શૈલેષ પટેલની હત્યા માટે.... કે ફરિયાદમાં જણાવેલ ઈસમો પૈકી ના શરદ ઉફે સદીઓ દયાળભાઈ પટેલ તથા તેનો ભત્રીજો વિપુલ ઈશ્વરભાઈ પટેલ મિતેશ ઈશ્વરભાઈ પટેલ ના હોય ભેગા મળી કાવતરું રચી અજય સુમનભાઈ ગામીત હાલ રહે ચલાય યોગી કોમ્પ્લેક્સ વાપી મૂળ રહે પુરેલીયા નાઇકી ફળિયુ તાલુકો વાસદા અને તેમણે સત્યેન્દ્રસિંગ ઉફે સોનુ રાજનાથ સિંગ રહે હાલ ચણોદ સાગઠીયા બલરામ વાટીકા નિલકંઠ રો હાઉસ અર્થ પબ્લિક સ્કૂલ ની બાજુમાં તથા ના દ્વારા ઉત્તર -દેશના નામચીન સાપ સુતરોને રૂપિયા ૧૯ લાખમાં શૈલેષ પટેલની હત્યા કરી નાખવાની સોપારી ઍક વર્ષ પહેલા આપી હતી તેમજ શૈલેષ પટેલ નો સોશિયલ મીડિયામાંથી ફોટો મેળવી અપાયો હતો સૌ-થમ ત્રણ સાપ સુતરો ડિસેમ્બર ૨૦૨૨ માં અહીં આવેલા અને તેઓ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ સુધી રોકાયેલા આ દરમિયાન સાપ સુટરોની રોકાવાની વ્યવસ્થા કરો ઍ તેમના સગા મારફતે દમણ ખાતે કરી હતી અને તેઓને આ ગુનાને અંજામ આપવા માટે ઍક નવું ર્ણુસ્ર્ત્ર્ીસ્ત્ર્ ષ્ટ્યશ્રર્સ્ન્ીશ્વ મોટરસાયકલ દમણ ખાતેથી ખરીદી આપ્યું હતું આ દરમિયાન ઍ કાવતરા કોરો સાથે મળી શૈલેષ પટેલના ઘરની તથા તેઓના ઘરની આવવા જવાના રસ્તાની અનેક વખત રેખી કરી હતી પરંતુ તેઓના આયોજનમાં તેઓ સફળ નહીં થતાં તેમના વતન ચાલી ગયા હતા ત્યારબાદ તેઓ ફરી ત્રણ સાપ સુતરો તારીખ ૩ ૫ ૨૦૨૩ ના રોજ વાપી ખાતે આવી વાપી તાલુકાના પંડોળ ગામે આવેલ સોપારી આપનાર ના કુટુંબની વાડીમાં રહ્ના હતા અને ત્યાં તેઓને રહેવાની તથા જમવાની વ્યવસ્થા પણ કાવતરા કુરુઍ કરી આપી હતી અને ત્યારબાદ તેઓને દમણથી ફરી પલ્સર બાઈક આપ્યા હતા અને તેઓઍ ફરીથી શૈલેષ પટેલની રેખી કરી તારીખ ૮ ૫ ૨૦૨૩ ના રોજ વહેલી સવારે ૭ૅં૩૦ કલાકે રાતા કુપલી રોડ ઉપર આવેલ શિવ મંદિર પાસે શૈલેષ પટેલને ફાયરિંગ કરી ગોળી મારી હત્યા કરી મોટરસાયકલ ઉપર ત્રણેય સાપ સુટરો ભાગી ગયા હતા ઉપરોક્ત ગુનામાં પોલીસે આરોપી તરીકે વિપુલ ઇશ્વરભાઇ કોળી પટેલ ઉંમર વર્ષ ૩૧ રહે કુચરવા તેમજ તેમના મોટાભાઈ મિતેશ ઈશ્વરભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ ૩૫ અને તેમના કાકા શરદભાઈ ઉફે સદીઓ દયાળભાઈ પટેલ ઉંમર ૪૮ ની સાથે તેમની પાસેથી સોપારી લઈ સાફ સુટર બોલાવનારા અજય સુમનભાઈ ગામીત ઉંમર વર્ષ ૩૦ રહે ચાલ વાપી અને સત્યેન્દ્રસિંગ રાજનાથ સિંગ રાજપુત ઉંમર વર્ષ ૩૫ હાલ રહે ચણોદ સાકરીયા મૂળ રહે આજમગઢ ઉત્તર -દેશ નાઓની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં સામેલ ઍવા અન્ય ઈસોમોની ઘર પકડ કરવાની કાર્યવાહી કરી રહ્ના છે આ ગુનાની તપાસ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ વીબી બારડ કરી રહ્ના છે. ઉપરોક્ત ગુનાની તપાસમાં જિલ્લા પોલીસવાળા ના માર્ગદર્શન હેઠળ ઍલ .સી .બી .પી આઈ વી બી બારડ ઍસ ઓ જી પી આઈ જે.ઍન ગોસ્વામી વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકના પીઆઇ વીજી ભરવાડ વલસાડ ઍલસીબી વિભાગના પીઍસઆઇ કે ઍમ બેરીયા ઍચ ઍ સિંધા ઍસઓજી પોલીસ વિભાગના પી.ઍસ.આઇ ઍન સી સગર નાનાપોન્ડા પોલીસ મથકના પી.ઍસ.આઇ જે પરમાર અને તેમની ટીમો સક્રિય રહી આ ગુનો ઉકેલવામાં સફળ રહ્ના હતા