Vishesh News »

વાપીમાં પ્રથમવાર સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને શ્રદ્ધા-સુમન અર્પણ કરી જયંતિ ઉજવાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૨ - આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વાપીના ચણોદ ખાતે આવેલ વિવેકાનંદજીની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી. અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતાં. વાપી શહેર ભાજપના પ્રમુખ સતિષભાઈ પટેલની આગેવાની હેઠળ ભાજપના કાર્યકર્તાઓઍ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી નગરપાલિકા ઉપપ્રમુખ અભયભાઈ શાહ, વાપી નગરપાલિકા કારોબારી ચેરમેન મિતેશભાઇ દેસાઈ, પાલિકાના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, શ્રી સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજક ગણપતસિંહ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.