Vishesh News »

મુંબઇની કંપનીના ડાયરેકટરને ઍક વર્ષની કેદ અને ૯ કરોડ ચુકવવા હુકમ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૬ ઃ વાપીની શાહ પેપર મીલમાંથી પેપર ખરીદી તેના અવેજ પેટે આપેલ ચેક રીટર્ન થતા મુંબઈની પ્રિન્ટેક્સ ગ્રાફિક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરને ૧૩૮ મુજબના ગુનામાં ગુનેગાર ફેરવી વાપીના ઍડિશનલ ચીફ જજ દ્વારા ઍક વર્ષની સાદી કેદ તથા ૯ કરોડ રૂપિયા ચૂકવી આપવાનો હુકમ કરાયો છે. વાપી જીઆઇડીસીમાં આવેલ શાહ પેપર મીલ્સ લિમિટેડ માંથી મે પ્રિન્ટેક્સ ગ્રાફિકસ પ્રાઇવેટ લિમિટેડ વરલી મુંબઈના ઍ પેપર ખરીદી કરી હતી અને તેના બદલામાં ચેક આપ્યા હતાં. જે ચેક રિટર્ન થતા તા. ૧૧-૧૨-૨૦૧૫ ના રોજ શાહ પેપર મિલ દ્વારા પ્રિન્ટેક્સ ગ્રાફિક્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર દૈનિક શિવનેરી માર્ગ, વરલી મુંબઈ તથા તેના ડાયરેક્ટર શાહજહા સઈદઅલી મુલ્લાં રહે. વર્લી ,મુંબઈ સામે નેગોસીઍબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ મુજબ વાપીની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. જેમાં ફરિયાદી પક્ષના વકીલ બ્રહ્મભટ્ટ દ્વારા દલીલો કરી હતી જે ફરિયાદી સામે આરોપીઍ છેતરપિંડી કરેલી હોવાનું બહાર આવતા અને ૪ કરોડ ૯૪ લાખની આરોપીના કૃત્યનાને કારણે નવું વર્ષથી રોકાઈ રહેલ મોટી રકમ હોવાથી મોટાભાગની ટ્રાયલ આરોપીની ગેરહાજરીમાં આરોપીની મુક્તિ રિપોર્ટથી જ ચાલેલ હતો. છતાં ચુકાદાના દિવસે પણ આરોપી હાજર રહ્ના ન હોવાથી આરોપીને વર્તુળંક ધ્યાને લઈ સખત સજા કરવા રજૂઆત કરાઈ હતી. જેને ધ્યાને તથા વધુમાં આરોપીઍ તેમના વકીલ તરફથી અલગ અલગ અરજીઓ આપી કાર્યવાહી લંબાવેલ છે. તેમજ નામદાર અદાલતના અધિકારીઓ જજ સાહેબ સામે પણ ખોટા આક્ષેપો કરી તેમની સામે પણ કન્ટેમપટ ઓફ કોટની કાર્યવાહી દાખલ કરી કાર્યવાહી લંબાવી હતી. જેથી ફરિયાદીની માતબર રકમ છેલ્લા ઘણા સમયથી રોકાઈ રહેલ છે તેની ઝડપાઇ થઈ શકે તેમ ન હોય આરોપીને કાયદા મુજબ સજા કરવી તેમ જ ફરિયાદીને વળતર પણ આપવું જોઈઍ. આ દલીલને ગ્રાહ્ના રાખી વિદ્વાન ન્યાયાધીશ બી. જે. પટેલે આરોપી શાહજહા સઈદઅલી મુલ્લાં તે પ્રીન્ટેક્સ ગ્રાફિક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરને દોશી માની ઍક વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીને વળતર પેટે રૂપિયા નવ કરોડ પુરા ચૂકવવાનો હુકમ કર્યો હતો તથા આરોપીના જામીન ખત રદ કરી બિન જામીન લાયક વોરંટ કરવાનો હુકમ કર્યો હતો.