Vishesh News »

મંગળવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે આવશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૧ ઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુ મંગળવારે તા. ૧૩ મી ફેબ્રુઆરીના રોજ ધરમપુર પધારી રહ્નાં છે. ધરમપુરમાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સંસ્થાપક પૂ. ગુરુદેવશ્રી રાકેશજીના આમંત્રણને માન આપીને તેમની આ મુલાકાત ગોઠવાઈ છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુઍ તેમના આમંત્રણનો સ્વીકાર કરતાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના આધ્યાત્મિક અને સેવાકીય કાર્યોનું સન્માન થયુ છે. તેઅો અહીના પવિત્ર ધર્મસ્થળોના દર્શન માટે આવી રહ્નાં છે. તથા સાથે જ મોહનગઢ પર સ્થાપિત રાજદરબાર જયાં શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઉચી પ્રતિમા જે ૩૪ ફૂટ ઉંચાઈની છે તેના દર્શન અને પ્રક્ષાલ કરશે. શ્રીમદ્ રાજચંદ્ર મિશનના ૧૦૮ સ્થળના ભવ્ય જીન મંદિરે પણ તેઅો દર્શને જશે અને ત્યાંથી સત્સંગ અને ધ્યાનસંકુલ રાજસભાગૃહમાં તેમના ધરમપુર આગમનને વધાવવા માટે યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત થશે. આ કાર્યક્રમો બાદ રાષ્ટ્રપતિનું સ્થાનિક આદિવાસી સમુદાયના પ્રતિનિધિઅો સાથે પણ ઍક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે તેમનું ધરમપુર આગમન સમગ્ર વિસ્તાર માટે આધ્યાત્મ અને સમાજસેવાના ક્ષેત્રમાં ઍક મહત્વનું સીમાચિન્હ બની રહેશે. અત્રે નોîધનીય છે કે અગાઉ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. ઍ.પી.જે. અબ્દુલ કલામ પણ કરજૂનની મુલાકાતે આવ્યા હતાં અને અહીં તેમણે કાજુવાડી પ્રોજેકટની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને પશુપાલનમાં રસ દર્શાવ્યો હતો.