Vishesh News »

મોટી ઢોલડુંગરી પ્રા. શાળામાં રમતોત્સવ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૧ ઃ ધરમપુર ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી પ્રાથમીક શાળામાં રમતોત્સવ ૨૦૨૪ નું આયોજન શાળા પરિવાર અને ઍસઍમસી સમિતિ દ્વારા લીંબુ ચમચી, લંગડી દોડ, સંગીત ખુરશી, સિક્કા શોધ, સોય દોરો, રીંગણ શોધ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટીઢોલ ડુંગરી પ્રાથમીક શાળામાં યોજાયેલ રમતોત્સવમાં ૧ ઘન ઉપાડ૨) લીંબુ ચમચી ૩) લંગડી દોડ ૪) સંગીત ખુરશી ૫) સિક્કા શોધ ૬) સોય દોરો ૭) રીંગણ શોધ ૮) કોથળા કૂદ અને ક્રિકેટ જેવી સ્પર્ધાઓમાં દ્યિર્થીઓઍ ભાગ લીધો હતો લ્પ્ઘ્ સભ્યશ્રી ઓ અને શાળા પરિવાર તરફથી ૧,૨,૩, નંબર લાવનાર બાળકોને ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી ઍનાયત કરી સન્માન કરાયા હતા. આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને શાળાના શિક્ષક મિત્રો,ઍસઍમસી અધ્યક્ષ અનિલ પવાર, શિક્ષણ વિદ પ્રદીપ પટેલ, સભ્ય કૌશિક પટેલ, રાજુ પટેલ, અનિશા પટેલ, અને જયંતિ પવાર, અકકુ પવાર, મહેસ પટેલ, વલ્લભ પટેલ, હસમુખ પટેલ, પ્રજ્ઞેશ પટેલ અને વિધાર્થીઓ હાજર રહ્ના હતા અને બાળકોમાં રહેલ કૌશલ્ય ને બહાર લાવવાનો પ્રયાસ કરી પ્રોત્સાહિત કરાયા હતા. તા. પ ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે પ્રસંગ અનુસાર ઉદબોધન કર્યું હતું.