Vishesh News »

લાંચ પ્રકરણનો આરોપી ઍલસીબીનો કોન્સ્ટેબલ હજુ પહોîચ બહાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ ઍલસીબીનો કોસ્ટેબલ દારૂનો ધંધો છોડી દેનાર વ્યક્તિ પાસેથી પાંચ લાખની લાંચની માંગણી કરતા રૂ. ૩ લાખમાં માંડવલી થયા બાદ ઉદવાડા હાઇવે સર્વિસ રોડ પર લાંચની રકમ લીધા બાદ કારમાં મુકી ભરૂચ ઍસીબીની ટીમને જાઈ પોલીસ કોન્સ્ટેબલ ભાગી છુટ્યો હતો. તેની કારમાંથી દારૂ પણ મળી આવતા પોલીસે ગુનો પણ નોંધ્યો છે. આ ઘટનાને ૨૪ કલાક થયા બાદ પોલીસને આ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ પહોંચથી બહાર છે. વલસાડ ઍલસીબીનો કોન્સ્ટેબલ આશિષ માયા કુવાડીયા ઍ દારૂનો ધંધો છોડી દેનાર વ્યક્તિને દારૂના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ લાખની લાંચની માંગણી કરી હતી. જોકે કોન્સ્ટેબલ રૂ. ૩,૦૦,૦૦૦ માં માંડવલી કર્યા બાદ ફરિયાદીઍ લાંચ-રૂશ્વત ખાતાના ટોલ નંબર પર ફરિયાદ કરતાભરૂચ ઍસીબી ઍ ફરિયાદીનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદીઍ વલસાડ ઍલસીબી પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડીયાને ઉદવાડા નેશનલ હાઇવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર લાંચ લઈ કારમાં મુકતા ભરૂચ ઍસીબીની ટીમે છાપો માર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ આશિષ ભાગી છુટ્યો હતો જેથી પોલીસે આશિષ કુવાડિયા રહે. શુભમ ગ્રીન સિટી ઈ,૨૦૧ બગવાડા તા. પારડી ના રહેણાંકના ર્પાકિંગમાં મૂકેલી પોતાની આ નંબરવાળી કારમાં તપાસ કરતા દારૂની વિસ્કીની બોટલ કિંમત રૂ. ૮૦૦ તથા કાર ની કિંમત રૂ. ર લાખ મળી ૨,૦૦,૮૦૦ રૂપિયા ના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જે અંગે પાર્ટી પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનો નોંધાયો છે. વલસાડ ઍલસીબી પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેવાની પ્રકરણમાં ઘટનાને ૨૪ કલાક તેમ છતાં આ આરોપી પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડીયા પોલીસ પહોંચથી બહાર છે.