દમણના બે વિદ્યાર્થીઆઍ નવી દિલ્હીમાં યુવા પાર્લામેન્ટમાં પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું
- byDamanganga Times
- 27 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૬ ઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત–૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં યુવા શક્તિની ભાગીદારીને પ્રોત્સાહન આપવા નવી દિલ્હીમાં ૨૪થી ૨૬ નવેમ્બર દરમિયાન ‘વિકસિત ભારત નેશનલ યુથ પાર્લામેન્ટ ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્જ્ઞ્ૃફૂસ્ન્ જ્ં્યઁર્ફુદ્દજ્ઞ્ંઁ વ્ત્ર્ફૂ વ્જ્ઞ્ૃફૂસ્ન્ ંશ્ ત્ઁફુર્જ્ઞ્ી દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં દમણના બે વિદ્યાર્થીઓઍ ભાગ લઈને પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કાર્યક્રમની થીમ સમવેંત ભારત – પ્ંરુજ્ઞ્િઁં વ્ંફિંદ્દત્ર્ફૂશ્વ ર્ીસ્ન્ બ્ઁફૂ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય ઍકતા, લોકશાહી મૂલ્યો, નેતૃત્વ ક્ષમતા અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાની સાથે વિકસિત ભારત–૨૦૪૭ના સંકલ્પ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં દમણના આકાશ અર્જુન પાસવાન (ગ્ઘ્ખ્, જૈન યુનિવર્સિટી, બેંગલુરુ) અને સુષ્મા સુનિલ પ્રજાપતિ (દિવ્ય જ્યોતિ સ્કૂલ, ડાભેલ, દમણ)ઍ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ઉર્વશીબેન પટેલે બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આજના યુવાનો આવતીકાલના વિકસિત ભારતના શિલ્પી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યુવા શક્તિને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવવા સતત -ોત્સાહન આપવામાં આવી રહ્નાં છે. નેશનલ યુથ પાર્લામેન્ટ જેવા મંચ યુવાનોને પોતાની વિચારશક્તિ, વક્તૃત્વ કૌશલ્ય અને નેતૃત્વ ક્ષમતા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે.
