દમણની શાળામાં સંવિધાન દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 27 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૬ ઃ વિદ્યાર્થીઓમાં ભારતીય સંવિધાન પ્રત્યે જાગૃતિ કેળવવા, નાગરિક ફરજો અંગે સમજણ વિકસાવવા અને લોકશાહી મૂલ્યો પ્રત્યે આદરની ભાવના મજબૂત કરવાના હેતુસર ભારતીય સંવિધાન દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સૌઍ સમૂહમાં ભારતીય સંવિધાનના શપથ ગ્રહણ કરી બંધારણનાં મૂલ્યો અને આદર્શોનું પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં શાળાનાં સિનિયર શિક્ષિકા પ્રમીલાબેન સોલંકીઍ ભારતીય સંવિધાનનાં વિવિધ મૂલ્યો, નાગરિક અધિકારો અને ફરજો તેમજ દૈનિક જીવનમાં બંધારણની ઉપયોગિતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ કુમારી વ્રિન્દાબેન હળપતિ અને કુમારી ખુશીબેન હળપતિઍ સંવિધાન દિવસના મહત્ત્વને ઉજાગર કરતી સુંદર અને માહિતીસભર રજૂઆત કરી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંવિધાન પ્રત્યે જાગૃતિ કેળવવા, નાગરિક ફરજો અંગે સમજણ વિકસાવવા અને લોકશાહી મૂલ્યો પ્રત્યે આદરની ભાવના મજબૂત કરવાનો હતો.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ઍક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા મળી હતી.
