Damanganga Times.

Damanganga Times.

November 27, 2026

વઘઈમાં આડા સંબંધના વહેમમાં પત્નિ પર કુહાડી ઝીંકી

વઘઈમાં આડા સંબંધના વહેમમાં પત્નિ પર કુહાડી ઝીંકી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૨૬ ઃ ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના મામલે પોલીસે ઍક આરોપીની ધરપકડ કરી છે. ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ મથક દ્વારા અપાયેલી માહિતી મુજબ, મલીન (તા. વધઈ, જિ. ડાંગ) ખાતે રહેતા આરોપી દિલીપભાઈ અમૃતભાઈ ગાંગોડા (ઉં.વ. ૩૫, ધંધો ખેતી) જેઓ પોતાની પત્ની બીજા પુરુષ સાથે આડા સંબંધ રાખતી હોવાની શંકા-વહેમ રાખતો હતો. આ શંકાના કારણે આરોપી (પતિ)ઍ ઘરમાં રહેલી કુહાડી વડે ફરિયાદીના માથાના આગળના ભાગે ત્રણ જગ્યાઍ, કપાળના ભાગે, ડાબી આંખ પાસે, બંને હાથના ખભા પાસે, જમણા હાથની હથેળીમાં, ડાબા હાથના કાંડા પાસે તેમજ જમણા કાન પાસે કુહાડી મારી મારી નાખવાના ઇરાદાથી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું જણાવાયું છે. આ હુમલામાં ફરિયાદીના જમણા કાનનો પડદો ફાટી જતાં સાંભળવાની શક્તિ નષ્ટ થઈ હતી, તેમજ આરોપીઍ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ (આહવા-ડાંગ)ના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો પણ ઉલ્લેખ છે.આ બનાવ અંગે વધઈ પોલીસ સ્ટેશનમાં ૨૪/૧૧/૨૦૨૫ના રોજ  ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.   

આ ગુનામાં વધુ કોઈ ગુનો થતો અટકાવવા અને ગુનાની યોગ્ય તપાસ કરવાના હેતુથી ૨૫/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૧૧ઃ૩૦ વાગ્યે આરોપીની અટકાયત કરવામાં આવી છે. વધઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. બારીયા દ્વારા ગ્ફલ્લ્-૨૦૨૩ની કલમ-૪૭ હેઠળ આરોપીને ધરપકડના કારણો અને કાયદાકીય બાબતોની જાણ કરવામાં આવી છે.