Damanganga Times.

Damanganga Times.

November 27, 2026

ગુંદલાવમાંથી રૂ. ૩૧.૭૯ લાખના મુદ્દામાલ સાથે ૪ બુટલેગર ઝડપાયા

ગુંદલાવમાંથી રૂ. ૩૧.૭૯ લાખના મુદ્દામાલ સાથે ૪ બુટલેગર ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ જિલ્લામાં  સુરત  સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે વલસાડ નજીક ગુંદલાવ સ્કૂલ ફળિયા, ખેરગામ રોડ પર દરોડો પાડીને દારૂ ભરેલી બે કાર ઝડપી પાડી છે. 

પોલીસે ઘટનાસ્થળેથી ક્રેટા કાર નં.ઞ્થ્-૧૫-ઘ્લ્-૫૪૫૪ અને  કાર નં. ઞ્થ્-૧૫-ઘ્ગ્-૧૦૨૨ માંથી રૂ. ૧૬.૬૪ લાખની કિંમત નો  દારૂની કુલ ૫,૭૪૮ બોટલ જ કરી છે. આ ઉપરાંત દારૂ, બંને કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૩૧.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં રાજ મુકેશભાઈ ગાંધી (રહે. શિવ શક્તિ રેસીડેન્સી, ગુંદલાવ, વલસાડ)વત્સલ રબારી (રહે. વલસાડ)અમિત કિશોરભાઈ શાહ (રહે. કોળીવાડ, વાપી)

સબીર મોહમ્મદભાઈ નઈમ અહેમદ ની ધરપકડ કરી છે જ્યારે પોલીસે  સચિન ગોવિંદરાવ ઠાકરે (દારૂનો જથ્થો ભરાવનાર, રહે. દમણ)કાલી નામના ઈસમ ને પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર અને પાયલોટિંગ કરનાર બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.