Damanganga Times.

Damanganga Times.

November 27, 2026

મોટાપોîઢા તળાવમાં યુવક ડૂબ્યો

મોટાપોîઢા તળાવમાં યુવક ડૂબ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૬ ઃ મોટાપોઢા તળાવમાં ઍક યુવક ડૂબી જવાની ઘટના બની છે. તળાવ કિનારે કપડાં કાઢીને નાહવા ઉતરેલો યુવક પાણીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળ્યું છે.ડૂબેલો યુવક હળપતિ સમાજનો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

 ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તળાવ કિનારે ઍકઠા થઈ ગયા હતા. વાપી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા તળાવમાં યુવકની શોધખોળ ચાલુ કરવામાં આવી છે.

પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ છે. યુવકનું નામ-સરનામું હજુ જાણી શકાયું નથી. શોધખોળ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવશે.