ભાઠા નજીક ટ્રેન અડફેટે અજાણ્યા યુવકનું મોત
- byDamanganga Times
- 27 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૬ ઃ ગણદેવી તાલુકાના ભાઠા ગામના વાંગરી ફળિયા પાસેથી પસાર થતા રેલવે ટ્રેકના કિલોમીટર નંબર ૨૧૯/૨ ડાઉન લાઇન પાસે કોઈ અજાણી ટ્રેનની અડફેટે આવી જતાં આશરે ૪૦ વર્ષીય પુરુષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બીલીમોરા પોલીસ સ્ટેશનના પી.ઍસ.આઈ. ઍસ.ડી. કારેણાઍ અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા સહિતની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા ઍક કિસ્સામાં ગણદેવી તાલુકાના કોથા ગામના તળાવ ફળિયામાં સાગર મુકેશભાઈ હળપતિઍ જંતુનાશક દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મૃતકના પિતા ઍ ગણદેવી પોલીસ મથકે જાણ કરતાં અમલસાડ ઓપીના ઍ.હે.કો. પ્રશાંત રામસુંદરે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
