Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

દાનહમાં કોîગ્રેસનો સંવિધાન રક્ષાનો સંકલ્પ

દાનહમાં કોîગ્રેસનો સંવિધાન રક્ષાનો સંકલ્પ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૬ ઃ સંવિધાન દિવસ નિમિત્તે ગુરુવારે દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સેલવાસમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય કોંગ્રેસના દેશવ્યાપી મતાધિકાર અને સંવિધાન રક્ષા અભિયાન અંતર્ગત બિરસા મુંડા ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોઍ સંવિધાન, લોકશાહી અને નાગરિકોના હક્કો તથા અધિકારોની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રભુભાઈઍ ભાજપ અને સ્થાનિક પ્રશાસનની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર સત્તામાં છે ત્યારે લોકશાહીની રક્ષા કરવાની જવાબદારી પણ સરકારની જ છે. તેમણે લોકશાહીના નામે જનતાને ગેરમાર્ગે દોરવાનો ભાજપ પર આક્ષેપ કર્યો હતો.

નોટિસ વિના મકાનો-દુકાનો તોડવાની કાર્યવાહી સામે વિરોધ

પ્રભુભાઈઍ આક્ષેપ કર્યો હતો કે સામરવરણી, મસાટ અને રાખોલી સહિતના વિસ્તારોમાં પૂર્વ નોટિસ કે યોગ્ય ર્માકિંગ વિના મકાનો, દુકાનો અને શેડ તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમણે દાવો કર્યો હતો કે આશરે ૧૫ દિવસ અગાઉ પ્રશાસકની મુલાકાતને ધ્યાનમાં રાખીને સામરવરણીથી ખાનવેલ સુધી માર્ગની બાજુમાં આવેલા શેડ અને પતરાંને રંગરોગાન કરવામાં આવ્યું હતું, જ્યારે હવે ઍ જ બાંધકામોને દૂર કરવામાં આવી રહ્ના છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ઔદ્યોગિક ઍકમોમાં બોનસ વિવાદ અને શ્રમિકોની સમસ્યાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. છેલ્લા ૧૦થી ૧૨ વર્ષથી પ્રદેશના વેપારીઓ, શ્રમિકો, વિદ્યાર્થી, આદિવાસી સમાજ અને સામાન્ય નાગરિકો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્ના હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે પ્રદેશની જનતાને સહયોગ આપવા અપીલ કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ તમામ વર્ગોના હક્કો અને અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે અને જનહિતના પ્રશ્નોને લઈને લડત ચાલુ રાખશે.