ઉમરગામમાં સંવિધાન દિવસે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
- byDamanganga Times
- 27 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૬ ઃ દેશભરમાં ૨૬ નવેમ્બરના રોજ ઉજવાતા સંવિધાન દિવસની ઉમરગામમાં પણ ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામના ગાંધીવાડી વોર્ડ નંબર-૬ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની -તિમાને પુષ્પહાર અર્પણ કરી તેમના મહાન યોગદાનને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામ નગરપાલિકાનાં પ્રમુખ ખુશ્બુબેન જાદવ, ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા, મહામંત્રી મનોજભાઈ ઝા સહિતના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્ના હતા. ઉપસ્થિત મહાનુભાવોઍ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને વંદન કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે સૌને સંવિધાન દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ભારતીય સંવિધાન દેશના લોકતંત્રનો મજબૂત પાયો છે. નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવે જણાવ્યું હતું કે, ડો. બાબા સાહેબ આંબેડકર ભારતીય સંવિધાનના મુખ્ય ઘડવૈયા તરીકે દેશના ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે. તેમણે સંવિધાનની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને વિશ્વના સૌથી મોટા લોકતંત્રને મજબૂત આધાર આપ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોઍ પણ સંવિધાનના મહત્ત્વ અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાબા સાહેબ આંબેડકરના વિચારો અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિઍ સંવિધાન દિવસની ઉજવણીને વિશેષ ગૌરવપૂર્ણ બનાવી હતી.
