વલસાડના શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે સાંસદે દર્શન-પૂજન કર્યું
- byDamanganga Times
- 27 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ ડાંગ જિલ્લા સાંસદ ધવલભાઇ પટેલે આજરોજ વલસાડ શહેરના સુપ્રસિદ્ધ અને આસ્થાના કેન્દ્ર સમાન શ્રી ભીડભંજન મહાદેવ મંદિર માં ભક્તિભાવપૂર્વક દેવાધિદેવ મહાદેવના દર્શન અને પૂજન-અર્ચન કરવામાં આવ્યા હતા. આ પવિત્ર અવસરે મંદિરના પૂજ્ય શિવજી મહારાજની શુભેચ્છા મુલાકાત લઈ તેમના દિવ્ય આશીર્વાદ પ્રા કરવામાં આવ્યા હતા. વલસાડ સાંસદની આ મુલાકાત દરમિયાન મંદિરના કર્તાહર્તા શિવજી મહારાજ સાથે આધ્યાત્મિક, સામાજિક અને જનસેવાના વિવિધ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિશેષ કરીને, હાલમાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા (લ્ત્ય્) અભિયાન અંતર્ગત વધુમાં વધુ નાગરિકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ આવે અને મતદાર યાદીમાં નામ નોંધણી તથા સુધારણાની કામગીરી વેગવંતી બને તે વિષય પર સાર્થક સંવાદ થયો હતો. આ તકે સાંસદે જણાવ્યું કે સંતો-મહંતોના આશીર્વાદ અને તેમનું માર્ગદર્શન હંમેશા સમાજ ઉત્થાન અને જનકલ્યાણના કાર્યો કરવા માટે નવી પ્રેરણા અને ઊર્જા પૂરી પાડે છે.
