Damanganga Times.

Damanganga Times.

November 27, 2026

સોળસુંબા ગ્રા.પં.ની આગામી ચૂંટણીમાં વિકાસના મુદ્દાઅો કેન્દ્રસ્થાને રહેશે

સોળસુંબા ગ્રા.પં.ની આગામી ચૂંટણીમાં વિકાસના મુદ્દાઅો કેન્દ્રસ્થાને રહેશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૨૬ ઃ ઉમરગામ તાલુકાની સોળસુંબા ગ્રામ પંચાયતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગ્રામ્ય રાજકારણમાં અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ છે. છેલ્લા પાંચ વર્ષના વહીવટી સમયગાળા દરમિયાન ગ્રામ પંચાયતની કામગીરી, વિકાસનાં આયોજનો અને વિવિધ સુવિધાઓની સ્થિતિ અંગે ગ્રામજનોમાં ચર્ચા જોવા મળી રહી છે. આગામી ચૂંટણીમાં ગામના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતા મુદ્દાઓ મહત્ત્વના બની રહે તેવી શક્યતા છે.

સોળસુંબા ગામમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગ્રામ પંચાયતના વહીવટ અને આંતરિક રાજકીય સમીકરણોને લઈને સમયાંતરે ચર્ચાઓ થતી રહી છે. આ સમયગાળામાં થયેલા વિકાસકામો, બાકી રહેલી કામગીરી અને ગામની વધતી જરૂરિયાતોની સમીક્ષા આગામી ચૂંટણીમાં મહત્ત્વનો મુદ્દો બની શકે છે. તાલુકાની અન્ય ગ્રામ પંચાયતોમાં હાથ ધરાયેલા વિકાસકાર્યોની સરખામણીઍ સોળસુંબામાં થયેલી કામગીરી અંગે પણ ગ્રામજનોમાં ચર્ચા થઈ રહી છે.

ગામના વિકાસ માટે આયોજનબદ્ધ અભિગમની જરૂરિયાત

સોળસુંબા ઍક વિકસતું ગામ હોવાથી આગામી સમયમાં પાણી, રસ્તા, ગટર, સ્વચ્છતા, સ્ટ્રીટલાઇટ સહિતની પાયાની સુવિધાઓનું સુદૃઢ આયોજન જરૂરી બન્યું છે. ગામના વિવિધ વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને વિકાસનાં કામો સમયસર પૂર્ણ થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા સ્પષ્ટ આયોજન અને અસરકારક અમલીકરણ થાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

ચૂંટણી મેદાનમાં નવી પેનલની ચર્ચા

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગામમાં વિવિધ રાજકીય અને સામાજિક સમીકરણો આકાર લઈ રહ્નાં છે.

 શિક્ષિત અને સામાજિક રીતે સક્રિય લોકો દ્વારા પેનલ બનાવી ચૂંટણીમાં ભાગ લેવાની તૈયારીઓ અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે. જોકે, ચૂંટણીનું અંતિમ ચિત્ર ઉમેદવારોની સત્તાવાર જાહેરાત અને સ્થાનિક રાજકીય ગતિવિધિઓ બાદ જ સ્પષ્ટ થશે.

મતદારો માટે વિકાસ અને જવાબદારી મહત્ત્વના મુદ્દા

આગામી ચૂંટણીમાં ગ્રામજનો સમક્ષ ગામના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરવાનો અવસર રહેશે. ઉમેદવારોની કાર્યક્ષમતા, વિકાસલક્ષી અભિગમ, પારદર્શક વહીવટ, જાહેર પ્રશ્નો પ્રત્યેની સંવેદનશીલતા અને ગ્રામજનો સાથેનો સતત સંપર્ક જેવા મુદ્દાઓ મહત્ત્વના બની શકે છે. ગ્રામ પંચાયતની સત્તા ઍ ગામના વિકાસ અને લોકોની સુખાકારી માટેનું માધ્યમ છે. 

ત્યારે આગામી પાંચ વર્ષ માટે ગામના હિતમાં આયોજનબદ્ધ રીતે કામ કરી શકે તેવું નેતૃત્વ મળે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. આગામી ચૂંટણીમાં સોળસુંબાના મતદારો કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપે છે અને ચૂંટણીનાં પરિણામો ગામના વિકાસની કઈ દિશા નક્કી કરે છે તેના પર સૌની નજર રહેશે.