Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

કણભઈમાં દીપડાનો યુવાન પર હુમલો

કણભઈમાં દીપડાનો યુવાન પર હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૨૬ ઃ ચીખલી તાલુકાના કણભઈથી ચીખલી તરફ જતા રોડ ઉપર કણભઈ ગામે સાંજના સમયે અજયભાઈ વસંતભાઈ પટેલ રહે ગોડથલ ઝાડી ફળિયા ના ઉપર દીપડાઍ હુમલો કરતા અજયભાઈ પટેલને પગ ઉપર ઈજા થતાં રૂમલા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લેવાની નોબત આવી છે. 

ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા દીપડીઓનો આતંક વધી જતા જાહેર રોડ ઉપર પણ લોકો ઉપર દીપડા દ્વારા હુમલા થતાં લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્નાં છે.