Damanganga Times.

Damanganga Times.

November 27, 2026

નામધા-ચંડોર માર્ગ ઉપર ભારે વાહનોના બેફામ પ્રવેશથી ટ્રાફિક સમસ્યા

નામધા-ચંડોર માર્ગ ઉપર ભારે વાહનોના બેફામ પ્રવેશથી ટ્રાફિક સમસ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૬ ઃ વાપી ટાઉન વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી નામધા-ચંડોર ગામના મુખ્ય માર્ગે થઈ સંઘપ્રદેશ દમણ તરફ જતા ભારે વાહનો સ્થાનિક લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્ના છે.  આ માર્ગ પર ભારે વાહનોની અવરજવરને કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે આજે પણ મહાકાય મશીનરી ભરેલા ઍક ટ્રક-ટેલરના કારણે માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી હતી.વધુ ચિંતાજનક બાબત ઍ છે કે ટ્રક-ટેલરમાં વિશાળકાય હેવી મશીનરીનું વહન કરવામાં આવી રહ્નાં હોવા છતાં તેની આગળ કે પાછળ કોઈ ઍસ્કોર્ટ વાહન કે દિશાસૂચક વ્યવસ્થા જોવા મળી નહોતી. ઍટલું જ નહીં, માર્ગ પર પસાર થતી વખતે વીજ વિભાગના વીજવાયરોને નુકસાન ન થાય તે માટેની કોઈ તકેદારી કે સંબંધિત ટીમ પણ સાથે રાખવામાં આવી નહોતી.

આવી બેદરકારીને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાવાની સાથે વીજવાયરો અને જાહેર સલામતી સામે પણ જોખમ ઊભું થઈ શકે છે. આથી આવા ભારે વાહનોના સંચાલકો સામે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. સાથે જ હેવી મશીનરીનું પરિવહન કરતી વખતે જરૂરી પરવાનગી, ઍસ્કોર્ટ વાહન, સુરક્ષા વ્યવસ્થા અને વીજ વિભાગ સાથે સંકલન રાખવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.