Damanganga Times.

Damanganga Times.

November 27, 2026

નારગોલ ગ્રા.પં. દ્વારા રખડતી ગાયો માટે આશ્રય સ્થાનનું નિર્માણ થશે

નારગોલ ગ્રા.પં. દ્વારા રખડતી ગાયો માટે આશ્રય સ્થાનનું નિર્માણ થશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૨૬ ઃરખડતા ઢોરો પર અંકુશ લાવવા અને રઝળતી ગાયો માટે વ્યવસ્થા ઊભી કરી નારગોલ ગ્રામ પંચાયતે પ્રેરણાદાઈ કાર્ય કર્યું છે. ઉમરગામ તાલુકામાં રખડતી ગાયો માટે આશ્રય સ્થાનનું નિર્માણ કરનારી નારગોલ -થમ ગ્રામ પંચાયત બની છે. ગ્રામ પંચાયત સરપંચ સ્વીટી ભંડારીના નેતૃત્વમાં થયેલી આ કામગીરી અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણાદાઈ બની છે.

નારગોલ કોસ્ટલ હાઈવે સરદાર ચોક ચાર રસ્તા ખાતે ગાયો માટેના આશ્રય સ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક તબક્કે કમ્પાઉન્ડ ફેન્સિંગ, શેડ, પેવર બ્લોક, પાણીનો હવાડો જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ આશ્રય સ્થાનનું સફળ સંચાલન કરવા માટે ગૌરક્ષકો અને દાતાઓને સહયોગી બનવા સરપંચ સ્વીટી ભંડારીઍ અપીલ કરી છે. ગાયો માટે ચારો, દવા જેવા માવજત ખર્ચને પહોંચી વળવા માટે દાતાઓનો સહયોગ લેવામાં આવશે. આ કાર્ય માટે ગ્રાન્ટની મંજૂરી માટે સહયોગી થનારા તત્કાલીન કારોબારી અધ્યક્ષ ચિંતનભાઈ પટેલનો સરપંચ સ્વીટી ભંડારીઍ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ચિંતનભાઈ પટેલના સહયોગથી ઉમરગામ તાલુકામાં ગાયો માટે આશ્રય સ્થાન નિર્માણ માટેની ગ્રાન્ટ ફાળવવા માટે નારગોલ ગામની પસંદગી કરવામાં આવી હતી. હવે રખડતી ગાયોને આ આશ્રય સ્થાન ખાતે રાખવામાં આવશે. ખેડૂતોને નુકસાન થાય તે પ્રકારે પશુપાલકો પોતાના ઢોરો છૂટા મૂકશે તો તેવા ઢોરોને પણ આ સ્થળે રાખ્યા બાદ જરૂરી દંડ વસૂલી ઢોર પરત કરવામાં આવશે. ગાયો માટેના આશ્રય સ્થાનનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાની સાથે જ ગાયો તેમજ રખડતા ઢોરોને તેમાં રાખવામાં આવશે. 

નારગોલ ગ્રામ પંચાયતના આ પગલાને ગામજનો તરફથી આવકાર મળી રહ્ના છે.